Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમદાવાદનાં કાંકરીયા તળાવમાં બે ટોય ટ્રેનમાંથી અેકનું અેન્‍જીન ફેઇલ થતા બાળકોનો ભારે ઘસારો

અમદાવાદ: કાંકરીયા તળાવમાં આકર્ષણ અહીંના બાળકોમાં વિશેષ જોવા મળી રહ્યું છે તેનું સૌથી મહત્‍વું કરાણ છે અહીંની ટોપ ટ્રેન. આ ટોપ ટ્રેઇનનું નામ અટલ અેકસપ્રેસ રખાયું છે.

કાંકરીયામાં  બે ટૉય ટ્રેન છે અને વીકેન્ડમાં મોટાભાગના સમયે તે તળાવની મુલાકાતે આવનારા લોકોથી ભરપૂર રહે છે. પરંતુ હવે એક ટ્રેન ડિરેલ થતા માત્ર એક ટ્રેન ટ્રેન બચી છે, જેના કારણે અહીં ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

અટલ એક્સપ્રેસની લોકપ્રિયતા એટલી છે કે, કાંકરિયા તળાવની મુલાકાતે આવતા દર 5 મુલાકાતીઓમાંથી એક તેમાં સવારી કરે છે અને તેના દ્વારા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દર વર્ષે લાખો રૂપિયાની આવક  થતી રહે છે.

બાળકો  વેકેશનમાં રજામાં અટલ એક્સપ્રેસ વધારે બિઝી થઈ જતી હોય છે. બાળકો સાથે તળાવની મુલાકાતે આવનારા લોકો ટ્રેનની સફર ખેડતા હોય છે.

મળતી માહિતી મુજબ અટલ એક્સપ્રેસમાં એકસાથે આશરે 150 જેટલા પેસેન્જર્સ (30-35 વયસ્કો સાથે)રાઈડની મજા માણી શકે છે અને તે લગભગ 45-50 મિનિટમાં કાંકરિયા લેકનો એક રાઉન્ડ પૂરો કરે છે.

(12:37 pm IST)