Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ઝાલોદ નગરપાલીકાની ચૂંટણીમાં ર૭ બેઠકમાંથી ૧૧૧૭ ઉમેદવારોમાંથી પરની ડીપોઝીટ જપ્‍ત: જીતેલા ઉમેદાવરો ભારી માર્જીનથી જીત્‍યા

ઝાલોદ : અહીંની નગર પાલિકાની ચુંટણીમાં 27 બેઠકો માટે ઉભા રહેલા કુલ 1117 ઉમેદવારોમાંથી 52 જેટલા ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ ગઇ હતી. તો જીતેલા ઉમેદવારોએ પણ ભારે માર્જિનથી જીત નોંધાવી હતી. તો રાજકીય પક્ષોના કુલ 7 ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ હતી.

ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવતાં સત્તારૃટ ભાજપને પંદર વર્ષની સત્તા બાદ હારનો સામનો કરવો પડયો હતો. તો કોંગ્રેસનો વનવાસ પતી અને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. 27 જેટલી બેઠકો માટે કુલ 117 જેટલા ઉમેદવારો મેદાને હતા. જેમાંથી 52 જેટલા ઉમેદવારોને કુલ પડેલા મતોમાંથી છઠ્ઠા ભાગના મત પણ મળતા તેઓની ડીપોઝીટ જપ્ત થઇ હતી. જેમાંથી ભાજપના 6 અને કોંગ્રેસના 1 એમ મળી રાજકીય પક્ષોના કુલ 7 જેટલા ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ ગઇ હતી તો અપક્ષ ઉમેદવારોમાંથી 45 જેટલા અપક્ષ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ હતી.

મુસ્લિમ વિસ્તાર ગણાતા વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી નોંધાવેલા બીજેપીના ત્રણેય ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ હતી. તો વોર્ડ નંબર 6માં તથા વોર્ડ નંબર 7માં બે ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ હતી. કોંગ્રેસના કુલ ઉમેદવારોમાંથી માત્ર 1 ઉમેદવાર વોર્ડ નંબર. 6 માંથી ડિપોઝીટ જપ્ત થઇ હતી. આમ પરિણામ જોતા બીજેપી માટે ચુંટણીએ વળતા પાણીની સ્થિતિ સર્જાઇ છે તો મૃતઃપ્રાય બનેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા હોવાનું જોવા મળ્યું હતું.

(9:16 pm IST)