Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રિયાલ આપવાના બહાને ઠગાઈ કરતાં ચાર બાંગ્લાદેશી ઝડપાયા

વિઝિટર વિઝા પર આવી દિલ્હી, બેંગ્લોર, કોલકતા સહિતનાં શહેરોમાં ચીટિંગ: આરોપીઓએ ૧૫ ફેબ્રુઆરીથી વડોદરામાં ધામા નાખ્યા હતા: પોલીસે વાસણા રોડ પરથી આરોપીને પકડયાં, સૂત્રધાર ફરાર

વડોદરા :  બાંગ્લાદેશથી વિઝીટર વિઝા પર ભારત આવી અલગ-અલગ રાજ્યોમાં અડીંગો જમાવી છેતરપિંડી કરતાં ૪ બાંગ્લાદેશીઓ વડોદરાના વાસણા રોડ પરથી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તા. ૧૫ ફેબ્રુઆરીથી વડોદરામાં ધામા નાંખનાર આ ગેંગના સાગરિતો રિયાલ આપવાના બહાને કાગળની થપ્પી પકડાવી દઈ રૂપિયા પડાવતા હતા.

સાઉદી અરબના રિયાલ બજાર કિંમત કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીના સાગરિતો વાસણા રોડ પરના પંચમુખી હનુમાન મંદિર પાસેથી પસાર થવાના છે, તેવી બાતમી પીસીબી શાખાને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બપોરે વોચ ગોઠવી મો. મુશરફ લેસકોર મુતબર, અસલમ નરૂદ્દીન અકોન, રોની સોહરાબ મુનશી અને નુરજમાલ મો. જોઈનલ મુલ્લાનેે ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં ચારેય આરોપીઓ બાંગ્લાદેશના નીકળ્યા હતા. પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશના ૪ પાસપોર્ટ પણ મળ્યા હતા. ચારેય ગુનેગારો વિઝીટર વિઝા પર ભારત આવ્યા હતા. તેઓ બસ મારફતે દેશના કોલકત્તા, દિલ્હી, બેંગ્લોર, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ફરી ચિટીંગ કરતા હતા. આ ગેંગનો સૂત્રધાર સિકંદર ભાગી ગયો હતો. આ બનાવની વધુ તપાસ એસઓજી સ્કવોંડને સોંપવામાં આવી છે.

બાંગ્લાદેશી હોવા છતાં આરોપીઓએ બે આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધું હતા. પોલીસને સૂત્રધાર સિકંદરના નામ સાથેનું એક આધાર તેમજ પાનકાર્ડ મેળવ્યું હતું. અત્યંત મહત્વના ગણાંતા આ દસ્તાવેજ આરોપીઓએ ક્યાં બનાવ્યા છે? તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સિકંદર પકડાયા પછી આખું ચિત્ર સ્પષ્ટ થશે, તેમ પોલીસનું માનવું છે. કૌભાંડ કેવી રીતે ઝડપાયું?

ગઠિયાએ રીક્ષા ડ્રાઈવરને ફોન કરી કહ્યું કે, તમે જ કાલે પૈસા લઈને આવો તો હું તમને રિયાલ આપી દઈશ. જેથી શુક્રવારે સવારે ૮ તેઓ રૂ. ૧૫ હજાર લઈ તાંદલજા બેસીલ સ્કુલ પાસે ગયા હતા. જ્યાં ગઠિયાઓએ તેમને રિયાલ આપી રૂ. ૧૫ હજાર લઈ જતા રહ્યા હતા. અબ્બાસઅલી ચેક કરતાં માત્ર ૧૦૦-૧૦૦ના બે રિયાલ જ સાચા નીકળ્યા હતા, જ્યારે બીજા કાગળ હતા. તેમણે જેપી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગઠિયાનો મોબાઈલ નંબર તેમજ તેમને જે જગ્યાએ રીક્ષામાંથી ઉતાર્યા હતા, તેની માહિતી પોલીસને આપી હતી. જેના આધારે પોલીસે ગેંગને ઝડપી લીધી હતી

 

(11:44 am IST)