Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

નડીયાદ રૂરલ પો.સ્ટે. ના આખડોલ-મિત્રાલ રોડ પરથી રૂ. ૩૭,૫૦૦/- ની કિંમતના વિદેશી દારૂના મુદ્દામાલની મોટર સાયકલ પર હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂનો કેસ કરતી એલ.સી.બી. ખેડા નડીયાદ

        નડીયાદ : આગામી દિવસોમાં હોળી/ધુળેટીનો તહેવાર આવતો હોય જે અનુસંધાને ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અશરકારક પેટ્રોલીંગ કરી દારૂની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિહ પવાર સાહેબ નાઓએ કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી  યુ.એ.ડાભી ઇ.પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. નાઓએ સ્ટાફને સઘન પેટ્રોલીંગ કરી જીલ્લામા વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ તપાસ રાખી રેઇડો કરી આવી બદીને ડામી દેવા સુચના કરેલ. જે અનુસંધાને તા.૨૩/૨/૧૮ની રાતના આશરે દશેક વાગ્યાના સુમારે એલ.સી.બી. સ્ટાફના  અ.હેઙકો. રતેસિંહ લક્ષ્મણસિંહ, પો.કો.ચંન્દ્રસિંહ, પો.કો. ચિંતનકુમાર, પો.કો.ગીરીશભાઇ વિગેરે પોલીસ માણસો નડીયાદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો. ચંન્દ્રસિંહ નાઓને મળેલ બાતમી હકિકત આધારે આખડોલ થી મીત્રાલ તરફ હીરો સપ્લેન્ડર મો.સા. નંબર જીજે ૨૩ બી.ઇ.૧૬૯૮માં વિદેશી દારૂની હેરાફેરી કરતા (૧) નગીનભાઇ ઉર્ફે જાગો ગોવીંદભાઇ પરમાર રહે. શ્રીજીપુરા પ્રાથમિક શાળા પાસે તા.પેટલાદ જી.ખેડા (૨) અરવિંદભાઇ ઉર્ફે ટીકો સી.ડી. રાવજીભાઇ પરમાર રહે.મંદિરીયા વિસ્તાર ગોમતીપુરા પ્રા.શાળા. પાસે નાઓને મો.સા. સાથે રોકતા આ નં. (૨)નાનો રાતના અંધારાનો લાભ લઇ ખેતરાળુ રસ્તે નાસી ગયેલ. તેમજ સ્થળ ઉપરથી આ નં. (૧)નાને હીરો સપ્લેન્ડર મોટર સાયકલ માં વિદેશી દારૂની કૂલ બોટલ નંગ ૨૪ કિ. રૂ.૧૨૦૦૦/- તથા મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦તથા અંગજડતી માંથી મળેલ રોકડા રુ.૫૦૦/- મળી કુલ રૂ. ૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા ઝડપી પાડી આ બાબતે સાથેના પો.કો. ચંન્દ્રસિંહ  નાઓએ ઉક્ત બંન્ને આરોપીઓ વિરૂદ્ધ નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિબિશન ધારા હેઠળનો ગુનો રજી. કરાવેલ છે. આગળની વધુ તપાસ  અ.હેઙકો. રતેસિંહ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.

(11:37 am IST)