Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

હાપા -મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડાશે

કુલ 52 પેસેન્જરની આવનજાવન વધી શકશે : હવે આ ટ્રેન માં કુલ 16 કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 3 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 4 થર્ડ એસી ઈકોનોમી અને 2 જનરેટર વાન કોચ હશે.

રાજકોટ : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-ઓખા દુરંતો એક્સપ્રેસમાં કાયમી ધોરણે 1 વધારાનો સેકન્ડ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

 રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ વધારાનો સેકંડ એસી કોચ હાપાથી ટ્રેન નં 12268/12267 હાપા- મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસમાં 02.02.2023 થી હાપા થી અને 01.02.2023 થી મુંબઈ સેન્ટ્રલથી જોડવામાં આવશે. હવે આ ટ્રેન માં કુલ 16 કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 3 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 4 થર્ડ એસી ઈકોનોમી અને 2 જનરેટર વાન કોચ હશે.તેમ અભિનવ ફ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન( ફોન,ન, 0281-2458262) દ્વારા જણાવાયું છે

(8:21 pm IST)