Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વડોદરા એમ.એસ. યુનિવર્સીટીના છાત્રો નેશનલ અને સ્ટેટ લેવલની વિવિધ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળકયા

નેશનલ લેવલે ૩ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ, સ્ટેટ લેવેલે ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ અપાવ્યો

વડોદરા: ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં અને યુનિ.ની ફીઝીકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટમાં તાલીમ મેળવનાર છાત્રો વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળકયા. છે

ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં માસ્ટરનો અભ્યાસ કરતી ગરિમા વ્યાસ કે જેને ૩ ગોલ્ડ મેડલ બેસ્ટ સ્વિમર તરીકે ૨૨ માં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત કર્યા હતા, જે ગુવાહાટી આસામ ખાતે આયોજિત કરવામાં આવી હતી.

     ટી.વાય. બી.કોમ. માં અભ્યાસ કરતી વંશિકા પાટીદારે નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ કે જે ૧૫ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સંભાજીનગર મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવી હતી,તેમાં ૬૩ કે.જી. જૂનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અર્જિત કર્યો હતો

 સ્ટેટ લેવલની કુશ્તી સ્પર્ધામાં એમ. એસ.યુ. ના પ્રસાદ સંજીત એ ૬૩ કે.જી. કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ગંગા પ્રસાદ કુશ્વાહા એ ૫૭ કે.જી. કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને વિધ્યાર્થી ફૅકલ્ટી ઓફ કોમર્સ માં એસ. વાય. બી.કોમ. માં અભ્યાસ કરી રહ્યા છે.

   વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.).વિજય કુમાર શ્રીવાસ્તવે આ તમામ ખેલવીરોને ચાય માટે આમંત્રિત કરી અભિનંદન પાઠવ્યા હતા,સાથે સાથે તેમની સાથે વધુ સારા પર્ફોર્મન્સ માટે  ફીઝીકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટ દ્વારા  હાલમાં મળતી સુવિધાઓ, જરૂરી સાધનો અને તેની ઉપલબ્ધત્તા વિષે જાણકારી મેળવી હતી. કોચ દ્વારા અપાતી ટ્રેનિંગ અને સમય જેવા વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.આ ચર્ચા દરમિયાન ફીઝીકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટના ડાયરેક્ટર શ્રીમતી હારજીત કૌર, ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ.વિકાસ પ્રજાપતિ પણ જોડાયા હતા.

(1:07 am IST)