Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાજપીપળામાં આડેધડ વાહન પાર્ક કરતા લોકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યા : ૯૦૦૦ નો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાર્કિંગની મુદ્દો એક ગંભીર સમસ્યા છે કેમકે અગાઉ બનેલા કોમ્પલેક્ષમાં કોઈ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી અને સાંકડા રસ્તા હોવાથી વાહન ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો મૂકી કામ માટે કે પોતાની દુકાને જતા હોય છે સાથે સાથે દુકાનોમાં ખરીદી માટે આવતા ગ્રાહકો પણ પાર્કિંગનાં અભાવે ગમે ત્યાં વાહન મૂકતાં હોવાથી ટ્રાફિક સમસ્યા જોવા મળે છે જેમાં મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ પર પણ આ સમસ્યા વધુ વિકટ છે જોકે ટ્રાફિક હળવું કરવા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જવાનો તૈનાત હોય છે પરંતુ એમની પાસે કોઈ ખાસ સત્તા નહિ હોવાથી એ માત્ર વિસલ વગાડતા હોય છે.

હાલમાં રાજપીપળા પોલીસ આડેધડ વાહન પાર્કિંગ બાબતે સતર્ક બની છે જેમાં સ્ટેશન રોડ ઉપર તેમજ હરસિધ્ધિ માતાજી ના મંદિરે થી સંતોષ ચારરસ્તા પર આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૯૦૦૦ નો દંડ ફટકારતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

(10:37 pm IST)