Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મતદારયાદી સુધારણામાં શ્રેષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું : IAS રામનિવાસને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીનો એવોર્ડ

મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડી ઉચ્ચ અધિકારીઓ સન્માનિત: 7 વિધાનસભા ક્ષેત્રોમાં કામગીરી બદલ 12ને પ્રમાણપત્રો એનાયત

 

મહેસાણા જિલ્લામાં મતદાર નોંધણીની શ્રેષ્ઠ અને પ્રશંસાપાત્ર કામગીરી કરનાર પ્રાથમિક શિક્ષકોથી માંડી IAS કક્ષાના ઉચ્ચ અધિકારી કક્ષાના જિલ્લાના 12 કર્મચારીઓ અને અધિકારીઓને વર્ચ્યુઅલ પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લાનાં 7 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર નોંધણી ઝુંબેશમાં તેમની કામગીરી ઉત્કૃષ્ઠ રહી હતી. જેના કારણે લોકશાહી પર્વની ઉજવણીમાં નવા નોંધાયેલા મતદારોનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

વિસનગર અને બેચરાજી વિધાનસભા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનું પ્રમાણપત્ર IAS રામનિવાસ બુગાલીયા (આસીસ્ટન્ટ કલેકટર, વિસનગર)ને એનાયત કરાયું હતું. જયારે, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી જયદીપસિંહ એ. ચૌહાણ (મામલતદાર, કડી)ને અને મતદાર યાદી તૈયાર કરવામાં પ્રકાશગીરી વાય. બાવા (મામલતદાર કચેરી, મહેસાણા)ને પ્રમાણપત્ર અપાયાં હતાં. આ ઉપરાંત, શ્રેષ્ઠ BLOના સુપરવાઈઝર અને મેઉ પ્રાથમિક શાળાના આચાર્ય સુનિલકુમાર એસ. પટેલને પ્રથમ ક્રમાંક અપાયો હતો. જયારે સાંપાવાડા પ્રાથમિક શાળાના દિલીપભાઈ પંચાલને બીજો અને ગોઠવાના આચાર્ય ભરતભાઈ એસ. ચૌધરીને ત્રીજો ક્રમ અપાયો હતો. શ્રેષ્ઠ BLO તરીકે તેજલબેન ડી. ચૌધરીને પ્રમાણપત્ર અપાયું હતું.

(11:13 pm IST)