Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

એક યુગના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ હવે સેવા કાર્યમાં પિતા સાથે પ્રવૃત્ત બન્યા છે

આખા ગુજરાતમાં જાણીતા નિડર અધિકારી તરુણકુમાર બારોટની બીજી ઈનીગ્સ અંગે જાણવા જેવું : ટ્રસ્ટ દ્વારા માતા - પિતા વિનાની દીકરીઓને ટોકન ચાર્જમાં ધામધૂમથી લગ્ન કરાવી આપે છે

રાજકોટ તા.૨૫, રાજ્ય પોલીસ તંત્રમાં એક યુગમાં તરૂણ કુમાર બારોટનું નામ  જાબાઝ અધિકારી  સાથે એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત હતું,  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમા યશસ્વી ફરજ બજાવનાર આ નીડર અધિકારીએ પોતાની કારકિર્દી પ્રારંભે રાજકોટમાં પણ ફરજ બજાવેલ. લતીફ સહિતની ગેંગો કે દેશ વિરોધી તત્વો સામે જાનના જોખમે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન અમદાવાદમાં ગાળી રહેલ નિવૃત્ત ડીવાયએસપી તરુણ કુમાર બારોટ દ્વારા પોતાના પિતાજી સાથે આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવી ભોજન પ્રસાદ સેવા કરી રહ્યા છે. 

  તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા મા-બાપ વિનાની પુત્રીના લગ્ન કે જેમાં ૧૦૦ કે ૧૫૦ લોકોના ભોજન, લગ્ન માટે હોલ,લગ્નની ચોરી સહિત સુવિધા ફકત ૨૧૦૦૦ ટોકન રકમ દ્વારા કરાવી આપવામાં આવે છે, આમ નિવૃત્ત ડીવાએસપી તરૂણ કુમાર બારોટની બીજી ઇનિંગ્સ એટલે સેવા કાર્ય, છે ને ચમત્કાર જેવી વાત.

(2:46 pm IST)