Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વડોદરામાં સોસાયટી બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી મોબાઈલ અને પર્સ સહિતના સામાનની ચોરી

વડોદરાના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી ચોરી

વડોદરામાં ચોરીની એક ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટનાથી આજૂબાજૂના વિસ્તારોમાં પણ સનસનાટી ફેલાઈ છે. વડોદરાના સમા વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાંથી ચોરીની ઘટના બની છે. આ કાર સ્વાતિ સોસાયટી બહાર પાર્ક કરવામાં આવી હતી.જેમાંથી ચોર લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.ચોર લોકોએ આ કારની પાછળના દરવાજાના કાચ તોડીને કારમાંથી પર્સ અને મોબાઈલ ફોન સહિતની ચોરી કરી હતી.

મેટ્રો શહેરોમાં હમેશાં પાર્કિંગની સમસ્યા રહે છે. એવામાં જો કાર ઘરની બહાર ઊભી રહે છે તો ત્યાં સીસીટીવી અવશ્ય લગાવી દો. જો તમારી કાર ચોરી પણ થઈ જાય તો ચોરને સરળતાથી પકડી શકાય છે. પોલીસ પણ સીસીટીવીની મદદથી ચોરને જલ્દી પકડી લે છે અને ચોર પર સીસીટીવી હોય ત્યાં જતાં ડરે છે. 

(10:43 pm IST)