Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજપીપળા કલકેટર અને પંચાયત કચેરીમાં રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે રંગોળી દોરી મેસેજ અપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 24 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિન તરીકે ઉજવવામાં આવતો હોય રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા બાળ વિકાસ દ્વારા રાજપીપળા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે રંગોળી પાડી બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓએ બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાથે જબરજસ્ત રંગોળી પાડી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો

(10:36 pm IST)