Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવતાં રાજ્યપાલ

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીખોને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાન, નવી દિલ્હીના ઉપક્રમે પ્રતિવર્ષ કમી સદભાવ અને રાષ્ટ્રીય ઐકતા અને અખંડિતતાની ભાવનાને સુદઢ બનાવવાના ઉદ્દેશથી 19મી નવેમ્બર થી 25 નવેમ્બર સુધી સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ દેશભરમાં મનાવવામાં આવે છે, તેના ભાગરૂપે રાજ્યમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે 

(8:20 pm IST)
  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST