Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પાણીના ટેન્કરમાં બેસાડીને રાજકોટથી અલ્હાબાદ લઇ જવાના ગુન્હામાં કરાયેલ એફ.આઇ.આરમાં સ્ટે ફરમાવતું ગુજરાત હાઇકોર્ટ

કોરોના કાળમાં શાપર -વેરાવળના લગભગ ૧૦૫ જેટલા પરપ્રાંતિય મજુરોને

રાજકોટ : આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પો.સ.ઈ. શ્રી પી.કે.સોઢાએ  ઉમ રેઠ પો. સ્ટે. ગુ.ર. નં. ૧૧૨૧૫ૅ૦૩૫૨૦૦૪૮૫/ર૦૨૦ થી ઈ,પી.કો. કલમ ઈ.પી.કો. કલમ ર૬૯, ૧૮૮, ૪૧૭, ૩૦૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ - ૫૧ (બી) મુજબનો ગુન્હો તા. ૧૩-૦૫-૨૦૨૦ ના રોજ નોંધાવેલ.

બનાવની હકીકત એવી છે કે, ટેન્કર ચાલકે પોતાના ટેન્કરમાં હાલમાં ફેલાયેલ કોરોના વાયરસ જેવી ગંભીર બિમારીમાં સરકારશ્રી દ્વારા મુસાફરોની હેરફેર કરવા અંગેના કોઈપણ પાસ પરમીટ વિના ૧૦૫ માણો કન્ટેનરમાં ભરી જે માણસો કન્ટેનરમાં ભરવાથી એક બીજાના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ જેવી ગંભીર બિમારી ફેલાવવાનું જાણવા છતાં તેમજ ચોતરફ બંધ કન્ટેનરમાં ખીચોખીચ માણસો ભરવાથી હવા ઉજાશની કમીના કારણે મૃત્યુ પણ થઈ શકે તેવું જાણવા લતાં બેદરકારીથી માણસોને બેસાડીને રાજકોટથી ઈલ્હાબાદ લઈ જવા માટે પરિવહન કરતાં  આવી તેમજ કન્ટેનરના આગળના ભાગે મેડિકલ ઈમરજન્સી અંગેનું કોઈપણ પાસ પરમીટ નહિ ધરાવી તે અંગેનું અપ્રમાંણિતપણે કાગળ ચોટાડી ૧૦૫ જેટલા માણસોને ગેરકાયદેસર પરિવહન કરી મહે. જિલ્લા મેજી. સાહબે આણંદના જાહેરનામાનો ભંગ કરી પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવેલ હતી.

જે અન્વયે સદરહું મજુર પરપ્રાંતિયો અરજદાર (શાપરના મીલ માલીક) ની કંપનીમાં કામ કરતાં હોય પોલીસ અધિકારીઓએ મજુરોને હાંકી કાઢવાની તથા લોક ડાઉન જેવા કપરા સમયમાં પણ કામમાંથી છુટા કરીને ટેન્કરમાં બેસાડીને વતન પરત મોકલી આપવાના ગંભીર આરોપ સઠ ઈ.પી.કો. કલમ ર૬૯, ૧૮૮, ૪૧ ૭, ૩૦૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ - ૫૧ (બી) મુજબનો ગુન્હો તા. ૧૩-૦૫-૨૦૨૦ ના રોજ નોંધાવેલ. જે અન્વયે અરજદારોએ તાત્કાલીક નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોશીંગ પીટીશન ફાઈલ કરેલી. સદરહું કામમાં અરજદાર સંતોકી શાંતનું વિઠ્ઠલભાઈ, ૬૦૧ સ્થાપત્ય પ્લેનેટ, મવડી, રાજકોટ તથા સાવલીયા મહેન્દ્ર રમેશભાઈ, રહે. સાંગણવા, તા. લોધિકા, જિ. રાજકોટવાળાઓ સદરહું ફરિયાદ બારામાં તેઓનો કોઈ રોલ ન હોવા છતાં તથા તેઓ બનાવ સ્થળે હાજર ન હોવા છતાં અને અરજદારો બનાવ વખતે રાજકોટ જિલ્લામાં હોય તથા તેઓનું એફ.આઈ.આર.માં કયાંય નામ ન હોવા છતાં પોલીસ અમલદારો દ્વારા પુછપરછ માટે બોલાવવામાં આવતા હોય અને તેઓની પોલીસ અમલદારો ધરપકડ કરશે અને તેઓને વિના કારણે જેલ જવું પડશે તેવી દહેશતના કારણે અરજદારોએ તાત્કાલીક નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કોશીંગ પીટીશન દાખલ કરેલી હતી. તથા  નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદને રદ કરવા પ્રોસિડિંગ્ઝને સ્ટે કરવા માટે અરજી કરેલ હતી. સદરહું અરજીમાં અરજદારોની દલીલોને ધ્યાને રાખીને એફ.આઈ.આર. રદ કરીને પ્રોસિડિંગ્ઝ સ્ટે કરવાનો હુકમ તા. ૨૨-૧૦-૨૦૨૦ ના રોજ નામ. ગુજરાત હાઈકોર્ટે ફરમાવેલ.

અરજદારો વતી નામદાર ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન યુવા ધારાશાસ્ત્રી શ્રી મેહુલ એસ. પાડલીયા, તથા રાજકોટના જાણીતા વિદ્વાન યુવા ધારાસાસ્ત્રી શ્રી કૌશિક એમ. ખરચલીયા, ઈમરાન હિંગોરજા તેમજ તેજસ એમ. ખરચલીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)