Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ઉમરેઠની મામલતદાર કચરીના છ કર્મી,ઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : કચેરી બંધ કરાઇ :કેટલાયને ચેપ લાગ્યાની આશંકા

ત્રણ નાયબ મામલતદાર, એક કલાર્ક, એક તલાટી અને એક કોમ્પ્યુટર ઓપરેટર ઝપટે

આણંદ જિલ્લા માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ઉમરેઠ ની મામલતદાર કચેરીના છ કર્મીને કોરાના પોઝિટીવ આવતા આખી કચેરી જ બંધ કરવી પડી હોવાની નોબત આવી હતી.

  ઉમરેઠ શહેરની મામલદાર કચેરીમાં કામ કરતાં છ વ્યકિતઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આખી ઓફીસને સેનેટાઇજ કરી બપોર બાદ બંધ કરી દેવામાં આવી હતી.આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ઉમરેઠ મામલતદાર કચેરીમાં કામ કરતા ત્રણ નાયબ મામલતદાર ,એક કલાર્ક ,એક તલાટી અને એક કોમ્પ્યુટર ઓપરેટરનો રેપીડ ટેસ્ટ આજે કોરોના પોઝીટીવ આવ્યો હતો. તરત જ તેમની હોમ ઓઇસોલેટ કરાયા હતા. આજે ઉમરેઠની મામલતદાર કચેરીમા તમામ કર્મચારીઓને રેપીડ ટેસ્ટ કરાયો હતો. જેમાં છ પોઝીટીવ આવતા આખી કચેરીને બંધ કરી દઇ સેનેટાઇઝ ની કામગીરી શરૂ કરાઈ હતી કારણ કે અહીં મોટી સંખ્યા માં દરરોજ અરજદારો આવતા હોય સંક્રમણ વધુ ફેલાવાનો ભય ઊભો થયો છે

(12:52 pm IST)