Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરત : લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ગર્ભવતી યુવતીને તેના જ પ્રેમીએ ગળું દબાવી મારી નાખી

યુવતીના પિતાના ખેતરમાં જ તેણીને દફનાવી દીધી:હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા: આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના ઘેરામાં

સુરત: લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ગર્ભવતી યુવતીની તેના જ પ્રેમી દ્વારા યુવકે હત્યા કરી  22 કિલોમીટર દુર યુવતીના પિતાના ખેતરમાં જ તેણીને દફનાવી દીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ બારડોલીના બાબેન ગામે લકઝરિયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી યુવતીની 14 તારીખે પોતાનાં 3 વર્ષનાં દીકરા જીતને મુકીને કોઇને જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હતી. જે અંગે યુવતીનાં પિતાએ જાણવાજોગ ફરિયાદ પણ બારડોલી પોલીસ સ્ટેશનમાં આપી હતી. ગુમ થનાર યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોવાનાં કારણે ઘર છોડી જવા અંગે પોલીસ શંકાના દાયરામાં હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

જો કે, આ હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા છે. જેમાં આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના વર્તુળમાં છે, કારણ કે 3 મહિના પહેલા યુવકની પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતો. પોલીસને ચિરાગ પર શંકા જતા તેની કડકાઇથી પુછપરછ કરતા ચિરાગે રશ્મિની ગળુ દબાવને હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી. રશ્મિના જ પિતાના ખેતરમાં ખાડો ખોદીને દફનાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચિરાગની કબુલાતના આધારે પોલીસે ખેતરમાં ખાડો ખોદીને રશ્મિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ચિરાગની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી

(11:03 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST