Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની જીતમગર ખાતે આવેલી રાજપીપળા સબજેલ માં અનેક બંદીવાન છે જે પૈકી એક બંદીવાન મહિલાને કપડાંની જરૂર જણાતા જેલરે માટે રાજપીપળા સહિત આસપાસના ગામોના જરૂરિયાતમંદોને વારંવાર મદદરૂપ બનતા શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના સ્વયંસેવકોનો સંપર્ક કરતા સંસ્થાએ તુરત મહિલાની મદદ માટે પહેલ કરી જીતનગર સબજેલ ખાતે પહોંચી બે જોડી કપડાં આપી મદદ કરી હતી. પ્રસંગે જેલર સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.અને જેલરે માટે અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સ્વયંસેવકોનો આભાર માન્યો હતો

(12:57 am IST)