Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

વડોદરા: લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતા રીક્ષા ચાલકે ગાંજાની હેરાફેરી શરૂ કરતા પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો

વડોદરા:લોકડાઉન દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરીને ગાંજાની પડીકીઓ વેચતા રિક્ષાચાલકને પોલીસે ઝડપી પાડી ગાંજાનો જથ્થો અને રોકડ રકમ કબજે લીધા હતા.

વુડા સર્કલ પાસે જલારામ નગરના નાકે રિક્ષામાં એક શખ્સ ગાંજાની પડીકીઓ વેચી રહ્યો હોવાની વિગતોના પગલે એસઓજીની ટીમે દરોડો પાડી ૧૫૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.જ્યારે,ગાંજાના વેચાણના રોકડા રૃા.૫૩૦૦ અને બે મોબાઇલ પણ કબજે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન વિરેન્દ્ર ઉર્ફે નીકુ અમરજીત ઉપાધ્યાયે (રહે.જલારામ નગર, કારેલીબાગ) કબૂલ્યું હતું કે,આ ગાંજો તે વાઘોડિયારોડના રોનક  ઉર્ફે બાળુ ચૌહાણ પાસે છ મહિનાથી લાવી રહ્યો છે.

રૃા.૨૦૦ના ભાવે એક પડીકી લાવતો વિરેન્દ્ર ૨૫ થી ૩૦ તૈયાર પડીકીઓ વેચાય એટલે બીજી પડીકીઓ લાવતો હતો.પોલીસે રોનકને વોન્ટેડ જાહેર કરી ગાંજાના મુખ્ય સપ્લાયરની તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત પોલીસે મોબાઇલના આધારે પણ તપાસ કરશે.

(5:10 pm IST)