Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નાંદોદ તાલુકાના અનેક ગામોમાં ઉભા પાકને નુકશાન કરતા ડુક્કરોનો ત્રાસ વધતા વાંસની બાઉન્ડરી બનાવતા ખેડૂતો

નર્મદા જિલ્લાના માંડણ,રસેલા ભદામ,સિસોદરા સહિતના અનેક ગામોમાં ડુક્કરો (ભૂંડ)નો ત્રાસ વધતા ધરતીપુત્રોમાં ચિંતા

(ભરત શાહ દ્વારા )રાજપીપળા : હાલ ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે ત્યારે ચોમાસા દરમિયાન નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસતા ડેમો,નદી.નાળા છલકાઈ જતા અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા જેમાં ખેડૂતોના પાકને ભારે નુક્શાન પણ થયું છે જોકે ધરતીપુત્રો એ આ માટે સરકારી સહાયની માંગ પણ કરી છે જે મળશે કે નહીં અને મળશે તો ક્યારે અને કેટલા ખેડૂતોને મળશે એ તો સમય જ બતાવશે જોકે પાણી જેવી કુદરતી આફતમાં સરકારી સહાયનો વિકલ્પ કદાચ ખેડૂતોને મળી શકે પરંતુ રખડતા જાનવરો માં ખાસ કરીને ડુક્કરોનો આ જિલ્લામાં વધુ ત્રાસ હોય ત્યારે ડુક્કરો થકી થતો પાકનો બગાડ નું વળતર કોઈ આપતું ન હોય માટે ખેડૂતે જાતે જ આ બગાડ અટકાવવો પડતો હોવાથી અમુક મોટા શહેરો ના ગામડાઓ માં ખેતરોની ફરતે કરંટ યુક્ત વાડ બનાવી ભૂંડ જેવા જાનવરો ને ભગાડવા ખેડૂતો પાક નો બગાડ અટકવતા હતા જેમાં આ પદ્ધતિ જાનવરો કે અન્યો માટે ક્યારેક જીવલેણ સાબિત થતી હોય માટે નર્મદા જિલ્લાના ખેડૂતો હવે ખેતરની ફરતે વાંસ ની વાડ બનાવી કાંટા કે અન્ય અવરોધ ઉભો કરી પોતાના મહા મુલા પાક નું રક્ષણ કરતા જોવા મળી રહ્યા છે.અને આ દેશી પદ્ધતિ ઘણી સારી અને સુરક્ષિત પણ છે.

(10:35 pm IST)