Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજપીપળા ધાભા ફળીયામાં જુગાર રમતા 04 શખ્સોને રૂપિયા 2010 સાથે પોલીસે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ આજરોજ ટાઉન પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે ધાભા ફળીયા માં રેડ કરતા ત્યાં જુગાર રમતા ચાર ને પોલીસે રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં.

મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલિસે બાતમીના આધારે ધાભા ફળીયામાં છાપો મારતા ત્યાં ટોળુ વળી જુગાર રમતા મુકેશભાઇ શ્રવણ ભાઇ વસાવા, તુષાર ભાઇ પ્રશાંતભાઇ, નિલેશભાઇ ઉર્ફે સંજય ભાઇ કિશોરભા ઇ વસાવા અને અલ્પેશભાઈ રમેશભાઇ વસાવાનાઓ પાસેથી અંગ ઝડતીના રૂપિયા 2060 સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

(10:47 pm IST)