Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મોહનસિંહ રાઠવા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસાહિત્ય પ્રણાલી મુજબ શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ : વિજયભાઈ રૂપાણી, નીતીનભાઇ પટેલ ,પરેશ ધાનાણી સહિતના નેતાઓએ અભિનંદન પાઠવ્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ આજે વિધાનસભામાં જુદા જુદા વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા અગાઉ શ્રેષ્ઠ એવોર્ડ આપવાની કરેલ જાહેરાત સંદર્ભે આજે વર્ષ ૨૦૧૯ ના વર્ષ માટે વિરોધ પક્ષના પૂર્વ નેતા અને દસ વખત ચૂંટાયેલા સભ્ય શ્રી મોહનસિંહ રાઠવા અને વર્ષ ૨૦૨૦ના વર્ષ માટે સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શ્રેષ્ઠ સભ્ય તરીકેનો એવોર્ડ આપવાની જાહેરાત અધ્યક્ષ શ્રી એ કરી હતી.

 આ અંગે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ આ પ્રણાલીને આવકારતા જણાવ્યું હતું કે આ વિધાનસભા ઐતિહાસિક દિવસે પૈકીનો આ ઐતિહાસિક દિવસ છે આજે ગૃહના બંને સભ્યોને લાગણી પર અભિનંદન આપવામાં આવ્યા હતા.

 મોહનસિંહ રાઠવા દસ વખત ચૂંટાયા અને દરેક સત્રમાં સતત હાજરી આપી અને માત્ર આદિવાસી નહીં પરંતુ તમામ સમાજોના કાર્યમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે.

 વિપક્ષના નેતાએ આ  શ્રેેષ્ઠ એવોર્ડના પ્રણાલીને આનંદપૂર્વક બિરદાવી અને અધ્યક્ષશ્રીને અભિનંદન આપ્યા હતા.

 રાજયના નાયબ મુખ્યમંત્રીએ પણ આ બંને ધારાસભ્યોની પસંદગી ખુબ જ યોગ્ય કરવામાં આવી છે બંને ખૂબ જ સિનીયર સભ્યો છે. આમની પાસેથી ઘણું શીખવા જેવું છે અને તેમના જ્ઞાનનો લાભ લેવા જેવો જોઇએ.

 રાજયના મુખ્યમંત્રીશ્રીએ આ પ્રણાલીને બિરદાવી છે અને બન્ને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. આ એક લોકશાહીની સુંદર પ્રણાલીના શરૂઆત કરવામાં આવી છે.

 ગૃહમાં કેટલાય સભ્યો નિયમિત છે અને આ પ્રણાલીને હવે લાભ લેવા સભ્યોને સુંદર કામગીરીનું આહવાન કર્યું છે

મુખ્યમંત્રીએ મોહનસિંહભાઈ રાઠવા ના ખૂબ જ વિસ્તૃત બાબતોને આવરી વખાણ કર્યા હતા. તેવી જ રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પણ ખુબ જ વખાણ કર્યા હતા

 વિધાનસભાના અધ્યક્ષ શ્રી મોહનસિંહભાઈ રાઠવાને તેમને આ સંદર્ભે પોતાના મહત્વ આપતા જણાવ્યું શ્રી મોહનસિંહભાઈ આ પ્રણાલીને હૃદય પૂર્વક બિરદાવી અને ગૃહના સભ્યો વતી અને વિધાનસભાને અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતા સૌનો આભાર માન્યો હતો

   ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. કર્મના સિદ્ઘાંતોમાં કંઈપણ બનાવ બને  તેનું મૂળ જૂનું છે .મારી ૧૯૬૩થી કામગીરી કરતો હતો. જેમાં એક ઘડતર રાષ્ટ્રીય સ્વયં સેવક અને ધારાસભામાં મારું થયેલ ઘડતર એ મારૂ મુખ્ય ઘડતર છે

 સંઘના ખૂબ જ સિનીયર સભ્યો સાથે મને કામ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ પાયાના ઘડતર રૂપ બની છે.

(4:19 pm IST)