Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદ મનપાની સામાન્ય સભા માટે મેયર સહિત અનેક કોર્પોરેટરોએ કરાવ્યો કોરોના ટેસ્ટ

190 પૈકીના 50 કોર્પોરેટરના ગઈકાલે ટેસ્ટ થયા તમામ નેગેટીવ

અમદાવાદ : આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળવાની છે. સામાન્ય સભા હાલ સુધી કોરોનાને ધ્યાને રાખી ઓનલાઈન મળતી હતી. વિપક્ષની અનેક રજૂઆત બાદ પણ સામાન્ય સભા યોજાતી ન હતી. ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખી છ મહિના બાદ સામાન્ય સભા યોજવા નિર્ણય લેવાયો છે. આવતીકાલે 25 સપ્ટેમ્બરે સવારે 11:00 કલાકે પાલડીના ટાગોર હોલ ખાતે સામાન્ય સભા યોજાશે. આ પહેલા તમામ કાઉન્સિલરોનો 23 અને 24 સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ  ફરજિયાત કરાવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદના મેયર બીજલ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો.

Amc ના કોર્પોરેટરના કોરોના ટેસ્ટનો આજે બીજો દિવસ હતો. આવતીકાલે ટાગોર હોલમાં પ્રત્યક્ષ રીતે 6 મહિના બાદ સામાન્ય સભા મળવાની છે. ત્યારે બે દિવસમાં અનેક કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. 190 પૈકીના 50 કોર્પોરેટરના ગઈકાલે ટેસ્ટ થયા છે. તમામ 50 કોર્પોરેટરના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

(1:16 pm IST)