Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જિલ્લામાંથી વનસ્પતિજન્ય સૂકા ગાંજા સાથે એક વ્યક્તિને પકડી પાડતી SOG, નર્મદા,એક વોન્ટેડ

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો ધ્વારા વુ.અ.હે.કો .પાર્વતીબેન માનસીંગભાઇ નાઓની બાતમીનાં આધારે રમેશભાઇ મોતીયાભાઇ વસાવા( રહે . મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા જી. નર્મદા)ના રહેણાંક ઘરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૧૨૫ ગ્રામ કિ .૧૨૫૦  તથા એક મોબાઇલ કિ.રૂ .૫૦૦ તથા રોકડા રૂ .૧૩૫૦ મળી કુલ કિ.રૂ .૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગાજો આપનાર રતનભાઇ પ્રતાપભાઇ ભોઇ( રહે- ખાપર તા - અક્કલકુવા જી - નંદુરબાર મહારાષ્ટ્ર)નાને વોન્ટેડ જાહેર કરી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે .

(10:58 pm IST)