Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નાવરા ગામના શખ્સે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલ માં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવારા ગામમાં એક શખ્સે કોઈક કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ ભરતભાઈ ચીમનભાઈ વસાવા (ઉ,વ, ૪૦) ( રહે.નાવરાં) નાઓએ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે રાજપીપળા સિવિલ માં લાવતા સારવાર દરમિયાન તેમનું મોત થતાં આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:57 pm IST)