Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલમાં 77માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ૭૭માં વર્ષમાં પ્રવેશ કરી રહી હોવાથી શાળા સંચાલકો દ્વારા આ સંદર્ભે શાળામાં ગાયત્રી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
 રાજપીપલા એજ્યુકેશન ટ્રસ્ટ , રાજપીપલા સંચાલિત શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ સ્થાપનાના 77 મા વર્ષમા મંગળ પ્રવેશ કરી રહ્યું છે .આ ગૌરવપૂર્ણ દીવસ ચિરંજીવ બનાવવા શાળામાં ' ગાયત્રી યજ્ઞ ' અને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં તારીખ ૨૪ જૂનનાં દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટીનાં ચેરમેન એન.બી.મહીડા તેમજ નવદુર્ગા હાઈસ્કૂલ નાં ટ્રસ્ટીઓ સહિત શિક્ષકગણ,મોટી સંખ્યમાં શાળાનાં વિદ્યાર્થીઓ સાથે બ્લડ ડોનેટ કરનાર ડોનર હાજર રહ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં શાળા સ્થાપના દિવસના 77 વર્ષ નિમિત્તે કુલ 77 બોટલ લોહી એકત્ર કરી જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓના કામમાં આવે તેવા આશયથી આ કેમ્પ યોજવામાં આવ્યો હોવાનું શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં શાળા ના આચાર્યા રીનાબેન પંડ્યા એ આજે બ્લડ આપી અત્યારસુધી 22 વાર બ્લડ ડોનટ કર્યું જ્યારે શાળાના કેમ્પસ ડાયરેક્ટર નિમેશ ભાઈ પંડ્યા એ આજની સાથે કુલ 67 વખત અને કંદર્પ ભાઈ જાની એ આજના કેમ્પ માં લોહી આપતા કુલ 80 વખત લોહી આપી જિલ્લાના દર્દીઓ ને મદદરૂપ થવા માટે સેવાકાર્ય કર્યું છે.

(10:54 pm IST)