Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જીતગઢ ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ માં બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાલુ વર્ષે તા.૨૩ મી જૂન થી ૨૫ મી જૂન,ર૦૨૨ દરમિયાન થનારી રાજ્ય વ્યાપી કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નાંદોદ તાલુકાની જીતગઢ ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ  નીલાબેન વસાવા દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં જીતગઢ પ્રાથમિક સ્કૂલના આચાર્ય પટેલ તેમજ  દિનેશ ભાઇ ભાણા વસાવા દ્વારા બાળકોને દફતર ટૂલ કીટ આપી પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે ગામના ડેપ્યુટી સરપંચ રતનભાઈ દ્વારા પણ બાળકો ને ટૂલ કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો

(10:53 pm IST)