Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મૃત્યુ

વડોદરા:પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતા  પોલીસ કોન્સ્ટેબલ ડયૂટિ પર સ્કૂટર લઇને નીકળ્યા હતા.તે દરમિયાન મોડી સાંજે એક તોતિંગ વૃક્ષ તૂટીને પડતા તેઓ સ્કૂટર સાથે ચગદાઇ જતા તેઓનું મોત થયું છે.મોતના પગલે પોલીસ શોક ફેલાઇ ગયો છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમરસિંહ ગોરધનભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશનની ગાજરાવાડી ચોકીમાં નોકરી કરતા હતા.આજે મોડી સાંજે  શહેરમાં વરસાદી મોહાલ વચ્ચે પવન ફૂંકાયો હતો.તે દરમિયાન પોલીસ જવાન અમરસિંહ સ્કૂટર લઇને વિસ્તારમાં નીકળ્યાં હતા.અજબડી મિલ  પાસેથી તે  પસાર થતા હતા.તે સમયે અચાનક એક વૃક્ષ ધરાશાયી થઇને પડતા તેઓ સ્કૂટર સાથે ચગદાઇ ગયા હતા.આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.વૃક્ષ નીચે દબાઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.અમરસિંહ ગોરધનભાઇ (ઉ.વ.૪૩)ના મોતના  પગલે પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે.અમરસિંહ  અગાઉ પી.સી.બી. અને ડી.સી.બી.માં નોકરી કરી ચૂક્યા છે.

(6:21 pm IST)