Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગાંધીનગર નજીક કોલવાડમાં ઘરકંકાસથી કંટાળી પત્નીએ સગીર પુત્રી સાથે મળી પતિને મોતનેઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં આજે બપોરના સમયે પત્નીએ સગીર પુત્રી સાથે મળીને જ ખુની ખેલ ખેલ્યો હતો અને લોખંડની કોંસના ઘા ઝિંકીને છરીથી ગળું કાપીને ઉંઘમાં જ પતીને રહેંસી નાંખ્યો હતો. આ ઘટનાને પગલે કોલવડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે રીસામણે ગયેલી પત્ની અઠવાડિયા અગાઉ જ પરત ફરી હતી અને ઘર કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. હાલ તો પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે .

ગાંધીનગર શહેરના કોલવડામાં પટેલ ભાગોળની પાસે રહેતા ૪૫ વર્ષિય ઘનશ્યામ વિષ્ણુભાઇ પટેલને છેલ્લા ઘણા સમયથી પત્ની રીસીતા સાથે અણબનાવ હતો અવારનાવર પતિ પત્ની વચ્ચે થતી આ તકરારને પગલે રીસીતા પિયરમાં જતી રહી હતી પરિવારજનો દ્વારા સમાધાન કરાવીને અઠવાડિયા અગાઉ જ તેણીને પરત લાવવામાં આવી હતી

કોલવડામાં પત્નીએ પતિ ઘનશ્યામ પટેલની હત્યા કરી છે ત્યારે મૃતક ઘનશ્યામની પણ ગામમાં માથાભારે શખ્સમાં ગણતરી થતી હતી ઘનશ્યામનો ભાઇ જશુ પટેલ દ્વારા વાવોલમાં સલીમ દેવજી નામના યુવાનોની હત્યા કરવામાં આવી હતી જે મામલે જેલવાસ બાદ જામીન ઉપર છુટેલા જશુ પટેલની વર્ષ ૨૦૦૮માં કુડાસણના પાન પાર્લર પાસે અમદાવાદની કુખ્યાત બસ્તીખાન પઠાણ ગેન્ગે હત્યા કરી હતી. તેમ છતા પણ પતિ પત્ની વચ્ચે તકરાર ચાલુ જ રહી હતી જેના પગલે રીસીતાએ પતીના કંકાસથી કંટાળીને તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું આજે બપોરના સુમારે ઘનશ્યામભાઇ ઘરમાં સુઇ રહ્યા હતા તે દરમિયાન સગીર વયની પુત્રી સાથે મળીને રીસીતાએ પલંગમાં સુતા ઘનશ્યામભાઇ ઉપર લોખંડની કોંસના ઘા ઝિંકી દીધા હતા ઉપરાં ઉપરી પાંચથી છ જેટલા ઘ ઝિંક્યા બાદ છરીથી ગળુ પણ કાપી નાંખ્યું હતું જેના કારણે ઘનશ્યામભાઇનું મોત નિપજ્યું હતું.

(6:17 pm IST)