Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વડગામ તાલુકાના ગીડાસણથી વેસા ગામ નજીક જવાના રસ્તાની કામગીરીમાં વારંવાર ગેરરીતિ આચરવામાં આવતા હોવાનો આક્ષેપ

વડગામ:તાલુકાના ગીડાસણથી વેસા ગામ તરફ આરસીસી રોડ પર ફરીથી ડામરનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરાતા હોવાના આક્ષેપો વચ્ચે ગામલોકોએ હોબાળો કરતા પંચાયત શાખાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

વડગામ તાલુકાના વેસા અને ગીડાસણ ગામ ના માર્ગ ઉપર અગાઉ  આરસીસી નો રોડ બનાવવામાં આવ્યો હતો જેના ઉપર ફરીથી ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે જે  કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા હોવાના આક્ષેપો  ગુરુવારે ગામલોકોએ કરતાં હોબાળો મચ્યો હતો. જેથી આરએન્ડબીના અધિકારીને જાણ થતા તાલુકા પંચાયતના એસો સહિત ના અધિકારીઓ  સ્થળ પર દોડી આવી કામગીરી ની તપાસ હાથ ધરી હતી. આ બાબતે ગામના નાગરિક મયુદ્દીન એ જણાવ્યું હતું કે, વેસા અને ગીડાસણ  વચ્ચે પાણી ના વહેણ ના કારણે આ માર્ગ વારંવાર ધોવાઈ જતા આરસીસીનો રોડ  બનાવવામાં આવ્યો હતો.આ બાબતે આર એન્ડબીના અધિકારીએ જણાવ્યું હતું કે, વેસા ગામમાં આરસીસીનો રોડ મંજુર કરવા દરખાસ્ત કરવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો.

(6:15 pm IST)