Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમિતભાઇ કાલે કેવડિયા ખાતે કેન્‍દ્રીય ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગની બેઠકમાં આપશે હાજરી

ગૃહમંત્રી આજથી ફરીવાર ગુજરાત પ્રવાસે

અમદાવાદ તા.૨૪ : કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે.કાલે ૨૫ જૂનના રોજ કેવડિયા ખાતે કેન્‍દ્રીય ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગની બેઠક મળશે. જેમાં અમિતભાઈ શાહ હાજરી આપશે. આથી, અમિતભાઈ શાહ આજે રાત્રે ૧૦ કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ ૨૫ જૂને કેન્‍દ્રીય ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.
મહત્‍વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. ૨૬મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્‍થાને રાત્રિ રોકાણ કરશે. મહત્‍વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહની આ મુલાકાત સૌથી મહત્‍વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.
આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્‍ટ સિટી-૨ ખાતે કેન્‍દ્રીય રમતગમત વિભાગની ૨ દિવસીય કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો પ્રારંભ કેન્‍દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્‍યો છે. જેમાં રાજયના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજયોના રમતગમત મંત્રીઓની ઉપસ્‍થિતમાં દેશમાં રમાતી રમતો, અન્‍ય સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી, નવા ડેવલોપમેન્‍ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

 

(3:16 pm IST)