Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં યોગદિન ઉજવતા એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ

અમદાવાદ  તા.22  21 જુને સમગ્ર વિશ્વ યોગ દિન ઉજવી રહ્યું છે ત્યારે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી  અને પુરામી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી ગુરુકુલની શાખા દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ અને  શિક્ષકોએ ગુરુકુલ પરિસરમાં આવેલ દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન હનુમાનજી મહારાજની સાનિધ્યમાં સૂર્યનમસ્કાર સાથે જુદા જુદા યોગાસનો  અને પ્રાણાયામ કરી યોગદિનની ઉજવણી કરી હતી.

વિશેષમાં રાજ્ય કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓએ યોગના વિવિધ આસનો કરી અન્ય માટે પ્રેરણા રૂપ બન્યા હતા.

યોગ એ આધ્યાત્મિક પગથિયું છે સામાન્ય રીતે લોકો પોતાના સ્વાસ્થ્ય, આરોગ્ય અને શારીરિક સુખાકારી માટે યોગ કરતા હોય છે.પરંતુ યોગ તેથી વિશેષ છે, યોગ ભગવાન સાથે જોડે  છે.

શારીરિક કરતા માનસિક સ્તરે યોગના ઘણાં લાભો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિશ્વમાં સ્વિકૃત પામ્યાછે.

શરીર અને મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ અને વ્યાયામ અત્યંત જરુરી છે. વિવિધ આસનો અને વ્યાયામ દ્વારા શરીર અને મન સ્વસ્થ રહે છે. આ કોરોના કાળમા પણ યોગ અને વ્યાયામ   કરવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.

પ્રત્યેક નાગરિકે યોગ અને વ્યાયામને જીવનનો નિત્યક્રમ બનાવવો જોઇએ. ઋષિ મુનિઓએ પણ યોગ અને વ્યાયામને મહત્ત્વ આપ્યુ છે.

યોગ તો વ્યક્તિને બ્રહ્માંડ સાથે જોડે છે. યોગથી શુદ્ધ થયેલ ચિત્તથી  ભક્તિમાં હકારાત્મક શુભ સ્પંદનો જગાડે છે યોગ કરવાથી ભવિષ્યમાં શું થશે તેની દ્રષ્ટિ તેમજ અણસાર આપે છે. યોગ કરવાથી મનના ખટરાગ દૂર થાય છે.

યોગ કરવાથી આત્મવિશ્વાસ જાગે છે. યોગ નિરોગી બનાવે છે

યોગ કાર્યક્રમની વ્યવસ્થામાં શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીની સાથે શિક્ષકો જોડાયા હતા.

(12:05 pm IST)