Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં ગણના પામનાર ગૌતમભાઈ અદાણીનો જન્‍મદિવસ

પોર્ટથી લઈ એરપોર્ટ... થર્મલ પાવર હોઈ કે સોલાર પાવર...સર્વત્ર અદાણીનો જ પાવર : ગ્રે કલરના બજાજ સુપર સ્‍કૂટરથી પ્રાઈવેટ જેટો અને હેલીકોપટરો સુધીની સફરઃ અદાણી ગ્રુપની ટોટલ માર્કેટ વેલ્‍યુ (કેપિટલ)આશરે ૧૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે : અદાણી ગ્રુપની કંપનીઓનો શેરબજારમાં અનેરો દબદબો... રોકાણકારોને કરાવી દીધા બખ્‍ખાઃ ૨.૨૦ કરોડનું પાંચ વર્ષીય ટર્નઓવરથી વર્ષે આશરે ૧.૧૦ લાખ કરોડ સુધીની અદાણી ગ્રુપની હરણફાળ પ્રગતિ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃઅદાણી ગ્રુપના ચેરમેન- ફાઉન્‍ડર અને અદાણી ફાઉન્‍ડેશનના પ્રેસિડેન્‍ટ  શ્રી ગૌતમભાઈ  અદાણીનો જન્‍મ ૨૪મી જૂન ૧૯૬૨ના રોજ અમદાવાદ ખાતે જૈન પરિવારમાં થયો હતો. પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ શાંતાબેન તેઓ ૭ ભાઈ બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના થરાદથી  અમદાવાદ આવીને વસ્‍યા હતા.
ગૌતમભાઈએ તેમનું પ્રાથમિક શિક્ષણ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદ ખાતે લીધું હતું ત્‍યાર બાદ તેમણે ગુજરાત યુનિવર્સીટી માં વાણિજયક વિષયમાં સ્‍નાતક અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવ્‍યો હતો. પરંતુ કોલેજના બીજા વર્ષ દરમ્‍યાન જ અભ્‍યાસ અધૂરો છોડ્‍યો હતો અભ્‍યાસ કરતા ગૌતમભાઈને વ્‍યાપાર પ્રત્‍યે વધુ રૂચિ હતી.
 જોકે તેમની રૂચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી ૧૯૭૮માં કિશોર વયે ગૌતમભાઈ મુંબઈમાં સ્‍થળાંતરિત થયા અહીં તેઓ  મહેન્‍દ્ર બ્રથર્સ નામની પેઢીમાં ડાઇમન્‍ડ સોર્ટર હીરા ઉદ્યોગના કામમાં જોડાયા અહીં આશરે  ૩ એક વર્ષ  કામ કાર્ય બાદ ૧૯૮૧માં પોતાના મોટાભાઈ શ્રી મહાસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે  પ્‍લાસ્‍ટિક પ્‍લાસ્‍ટિક એકમ ની સ્‍થાપના કરી તેના વ્‍યવસ્‍થાપનની જવાબદારી માટે ગૌતમભાઈ મુંબઈ છોડી અમદાવાદ પરત  થયા.
આ દરમયાન જાણે ગૌતમભાઈની કારકિર્દીમાં એક નવો વણાંક આવ્‍યો પોલિવિનાઈલ ક્‍લોરાઇડ (પી.વી.સી)ની આયાતના આ ઉદ્યોગ સાહસે ગૌતમભાઈ માટે આંતરરાષ્ટ્રીય વ્‍યાપારના દરવાજા ખોલી નાખ્‍યા ૧૯૮૫ માં ગૌતમભાઈએ લઘુ ઉદ્યોગ એકમો માટે પ્રાથમિક પોલિમરની આયાત કરવાની શરૂઆત કરી.
૧૯૮૮ના વર્ષમાં ગૌતમભાઈએ ‘અદાણી એકસ્‍પોર્ટ્‍સ લિમિટેડ'ની સ્‍થાપના કરી જે હાલ અદાણી એન્‍ટરપ્રાઇઝ તરીકે ઓળખાય છે આમ તો મૂળ આ કંપની કૃષિ અને ઉર્જા પેદાશો સાથે સંકળાયેલ હતી સમયની સાથે સાથે ગૌતમભાઈ કંપનીને પણ આગળ ધપાવતા ગયા ૧૯૯૧ના વર્ષમાં આવેલ આર્થિક ઉદારીકરણની નીતિ તેમની કંપની માટે વધુ ફાયદાકારક રહી અને તેમણે વષાો, કૃષિ ઉત્‍પાદનો તેમજ ધાતુના ક્ષેત્રમાં પોતાનો કારોબાર ફેલાવ્‍યો.  
ગૌતમભાઈ સફળતા ના શિખરો ચઢતા જ ગયા ૧૯૯૩ના વર્ષમાં ગુજરાત સરકારે મુન્‍દ્રા પોર્ટના પ્રબંધન માટે આઉટસોર્સીંગની જાહેરાત કરી જે ૧૯૯૫ના વર્સષ માં એનો કોન્‍ટ્રાકટ અદાણી જૂથે મેળવી અને ૧૯૯૫ના વર્ષમાં જ ગૌતમભાઈએ સૌ પ્રથમ બંદરગાહની સ્‍થાપના કરી અત્રે ઉલ્લેખનીયે છે કે હાલ આ કંપની દેશ ની સહુથી મોટી મલ્‍ટી-પોર્ટ ઓપરેટર કંપની છે મુન્‍દ્રાએ દેશનું સૌથી મોટી ખાનગી ક્ષેત્રનું બંદર છે જેની ક્ષમતા પ્રતિવર્ષ આશરે ૨૧૦ મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે.
ક્ષેત્ર કોઈપણ હોઈ દબદબો તો જાણે અદાણી ગ્રુપનો જ હોઈ સમયની સાથે ચાલવામાં માનનાર ગૌતમ ભાઈએ વિવિધ વ્‍યવસાયોની શરૂઆત કરી ભવ્‍યાતિભવ્‍ય સફળતા પણ મેળવી ૧૯૯૬માં અદાણી જૂથ દ્વારા અદાણી પાવર લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ આ અદાણી પાવર લિમિટેડ પાસે ૪૬૨૦ મેગાવોટ ની ક્ષમતા ધરાવતો થર્મલ પાવર પ્‍લાન્‍ટ છે જે દેશનો સૌથી મોટો ખાનગી થર્મલ પાવર ઉત્‍પાદક પ્‍લાન્‍ટ છે.
હજુ પણ જાણે કૈક ખૂંટતું હોઈ તેમ ગૌતમ ભાઈએ ૨૦૦૬ના વર્ષમાં વિદ્યુત ઉત્‍પાદન ક્ષેત્રમાં ઝંપલાવ્‍યું ટૂંક સમય માં જ આ ક્ષેત્રમાં પણ સારી ફાવટ આવી ગઈ. વર્ષ ૨૦૦૯-૨૦૧૨ દરમ્‍યાન  અદાણી જૂથે  કવીન્‍સલેન્‍ડમાં કોલસા ની ખાણો તેમજ ઓસ્‍ટ્રેલિયામાં એબ્‍બોટ પોઇન્‍ટ  પોર્ટનું અદિગ્રહણ પણ કર્યું. ૨૦૨૦ના સાલમાં વિશ્વની સૌથી મોટી સોલાર બીડ  ૬ બિલિયન  ડોલરમાં એટલે કે આશરે ૪૫ હજાર  કરોડમાં અદાણી ગ્રુપે જીતી જે વિશ્વની સૌથી મોટી સોલાર બિડ હતી.
અદાણી ગ્રુપે દેશના ૭  શહેરો જેમાં મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનવ, ગુવાહાટી, થિરુવનંથપુરમ અને મેંગલુરુનો સમાવેશ થાઈ  છે. એને ઓપરેટ અને મોડેરનાઈઝ કરવા માટે  અદાણી ગ્રુપને ૫૦ વર્ષ માટેનો કોન્‍ટ્રાકટ મળ્‍યો છે  અને સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં મુંબઈ એરપોર્ટની ૭૪ ટકા હિસ્‍સેદારી અદાણી એન્‍ટરપ્રાઇઝએ ખરીદી લીધી હતી.  ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ભારતના દિગ્‍ગજ ઉદ્યોગપતિ એવા શ્રી મુકેશભાઈ અંબાણી કે જેઓ છેલ્લા આશરે ૧૦ વર્ષથી સૌથી ધનાઢ્‍ય ભારતીયના લિસ્‍ટમાં મોખરેના સ્‍થાન પર રહેતા હતા એમને પાછળ રાખીને શ્રી ગૌતમભાઈ અદાણી ફકત ભારતના જ નહિ પરંતુ સમગ્ર એશિયા ના સૌથી ધનાઢ્‍ય વ્‍યક્‍તિ બન્‍યા હતા...૨૦૨૨ના મેં મહિનામાં અદાણી ગ્રુપે ૧૦.૫ બિલિયન  ડોલરની અભૂતપૂર્વ જંગી રકમ વાળી  ડીલમાં અંબુજા સિમેન્‍ટનો ભારતીય હિસ્‍સાને ખરીદી લીધો હતો  જેમણે અદાણી ગ્રુપને જોતજોતામાં ભારતનું ૨ જ નંબરનું સૌથી મોટી સિમેન્‍ટ ઉત્‍પાદક કંપની બનાવી દીધી.
સમયની સાથે સાથે કારકિર્દીમાં ગૌતમ ભાઈનો પાવર સતત વધતો જ ગયો તેમણે ગુજરાતના કે ભારતના જ નહિ એશિયાના ઉદ્યોગપતિઓને પાછળ રાખી આગળ વધવું હતું. દિવસને રાત જોયા વગર ધંધામાં જ રચ્‍યા પચ્‍યા રહેતા ગૌતમભાઈની સફળતાને કોઈના રોકી શક્‍યું આપણને આヘર્ય થશે અને ખરેખર તો ગર્વ થવો જોઈએ આપણા  આ ગુજરાતી ભાઈએ ઉડુપી થર્મલ પાવર પ્‍લાન્‍ટને અદાણી ગ્રુપના હસ્‍તગત કરવા માત્ર ૧૦૦ કલાકમાં જ  છ હજાર કરોડ જેવી જંગી ડીલ  ફાઇનલ કરી હતી જે દર્શાવે છે કે તેઓ પોતાના કામમાં કેટલા નિપુણ છે.
વ્‍યવસાયિક ક્ષેત્રે આગવી સુઝબુઝ ધરાવતા અને દીર્ઘષ્ટિવાળા ગૌતમભાઈ સાથે બનેલ એકાદ બે કિસ્‍સાને નજીકથી જોઈએ તો તરત જ સમજાય જાય કે ખરા અર્થમાં છે આ બિઝનેસમેન.....કહેવાય છે કે એક કર્મચારીએ એક્‍સપોર્ટના ટ્રેડમાં ભૂલ કરતા ગૌતમભાઈને જંગી રકમનું  નુકસાન થયું હતું અને ડરતા ડરતા જયારે એ કર્મચારી પોતાનું રાજીનામુ લઇ ગૌતમભાઈ પાસે ગયો ત્‍યારે ગૌતમભાઈએ હસીને એ રાજીનામાંને ફાડી નાખ્‍યું હતું  અને આજે એ કર્મચારી આટલા વર્ષો બાદ પણ અદાણી ગ્રુપમાં એક સારા લેવલ ઉપર ફરજ બજાવે છે..... માલ-સમાન ને સરળતાથી પોર્ટથી રેલવે સુધી પોહોંચાડવામાં ઓછો સમય અને ઓછો ખર્ચ લાગેએ માટે   પોર્ટ-રેલ-લિંકેજ પોલિસી  અમલમાં લાવ્‍યા અને એ બાદ ટૂંક સમય બાદ ભારત સરકારે પણ એ પોલિસી ચાલુ કરી... અત્રે  નોંધનીય છે કે ગૌતમભાઈ પાસે ભારતની સૌથી લાંબી ૩૦૦ કી.મીની  પ્રાઇવેટ રેલવે લાઈન છે.
ગૌતમ ભાઈની આ આશરે ૩૭ વર્ષની વ્‍યવસાયિક કારકિર્દીમાં હાલનો સમય તેમના માટે જાણે કે સૂવર્ણકાળ સમાન સાબિત થઇ રહ્યો છે માત્ર છેલ્લા ૨ વર્ષમાં એમની સંપત્તિમાં અભૂતપૂર્વ ૭૨.૫ બિલિયન ડોલરનો વધારો થયો છે...એક આંકડા અનુસાર ૧૮ મે ૨૦૨૨ સુધીમાં અદાણી ગ્રુપની ટોટલ માર્કેટ વેલ્‍યુ( કેપિટલ) આશરે ૧૪ લાખ કરોડ રૂપિયાને પાર થઇ.. જાણીને આヘર્ય થશે કે સમગ્ર ભારતના કાર્ગો બિઝનેસમાંથી ૨૫ ટકા આશરે  મુન્‍દ્રા પોર્ટ પર થી ઓપેરેટ થઇ છે એટલુંજ નહિ કન્‍ટેનર બિઝનેસમાં તો સમગ્ર દેશમાંથી  આશરે  ૪૧ ટકા જેટલો બિઝનેસ મુન્‍દ્રા પોર્ટ પરથી જ થાઈ છે.
 ઉદ્યોગપતિ ગૌતમભાઈની પ્રગતિના ગ્રાફને આંકડાકીય  રીતે જોઈએ તો ૧૯૮૮-૯૩ના વર્ષોમાં એમનું ટર્નઓવર ૨ કરોડને ૨૦ લાખ રૂપિયા હતી. જે ૨૦૨૧-૨૨ના વર્ષમાં જેટ ગતિએ વધીને આશરે ૧ લાખ,૧૦ હજાર કરોડની આસપાસ પોહોંચ્‍યું છે.
જૈનમ જયતિ શાષનમ....માત્ર વ્‍યસાયિક ક્ષેત્રે જ નહિ ધાર્મિક વૃતિ  અને લોકઉપયોગી કર્યોમાં પણ  ગૌતમભાઈ સદા અગ્રેસર જ રહ્યા છે.. જેમાં  કોરોનાની મહામારી વેળાએ વડાપ્રધાન રાહત ફંડમાં ૧૦૦ કરોડનું માતબર દાન તેમજ ગુજરાત સરકારના રાહત કોષ માં રૂ.૫ કરોડ જયારે મહારાષ્ટ્ર સરકારના રાહત કોષને ૧ કરોડ રૂ.નું આર્થિક સહાય કરી હોવાનું કહેવાય છે આટલુંજ નહિ , કચ્‍છમાં કોવીડ મહામારી દરમ્‍યાન રોજના ૧૫૦૦ ઓકિસજનના સિલિન્‍ડરોની સેવા પણ પુરી પાડી હતી શ્રી ગૌતમભાઇએ...વર્ષોથી દરેક ધર્મમાં કહેવાય છે કે દરેક વ્‍યકિતએ આવકનો અમુક ટકા હિસ્‍સો ભગવાનના ભાગનો કાઢવો જોઈએ જે ધાર્મિક કે સામાજિક કર્યોમાં વાપરી શકાય ગૌતમ ભાઈ એ પણ આ માન્‍યતાને પોતાના જીવનમાં ઉતારી હોઈ તેમ તેઓ પોતાના નફાનો ૩ ટકા હિસ્‍સો અદાણી ફાઉન્‍ડેશન હેઠળ અલગ ફાળવે છે.
    ગૌતમભાઈના પારાવારિક જીવન વિષે સંક્ષિપ્‍તમાં જોઈએ તો તેઓ પ્રીતિબેન જોડે લગ્નગ્રંથિથી જોડાયા તેમના આ દામ્‍પત્‍યજીવન દરમ્‍યાન તેમને જીત અને કારણ નામના પુત્ર રત્‍નો  પ્રાપ્‍ત થયેલ છે.
સંઘર્ષથી સફળતાના સર્વોચ્‍ચ શિખર સુધી પોહોંચનાર ગૌતમભાઈએ આજના એમના ૬૦માં જન્‍મદિવસ અને એમના પિતાશ્રી શાંતિલાલ અદાણીની જન્‍મશતાબ્‍દીના વર્ષની બેવડી ખુશીમાં અદાણી પરિવારે દેશની તાતી જરૂરિયાત એવા સામાજિક ક્ષેત્રો માટે રૂ. ૬૦ હજાર કરોડની માતબર સખાવત નો સંકલ્‍પ કર્યો હોવાની ઘોષણા કરી છે આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવશે.
શ્રી ગૌતમભાઈ અદાણી આજે એટલે કે ૨૪ મી જૂન ૨૦૨૨ના રોજ ઝળહળતી કારકિર્દીના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ ‘અકિલા' પરિવાર તરફથી જન્‍મદિવસ ની હાર્દિક શુભેચ્‍છા.

 

(10:41 am IST)