Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વડોદરામાં ગેર કાયદે ખાણ ખનીજનો વેપલો કરનાર વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી:2 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

વડોદરા: જિલ્લા કલેકટર અતુલ ગોર ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યાં છે.તેના અનુસંધાને તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ,પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. વાહન ચાલકોના દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવી હતી અને રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની આંખની અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.૫૬ વાહન ચાલકોને તેનો લાભ મળ્યો હતો.આમ,કાયદાકીય ની સાથે આરોગ્ય વિષયક ચકાસણી દ્વારા તંત્રે કડકાઈ અને સંવેદનાનો સમન્વય કર્યો હતો. નીરવ બારોટે જણાવ્યું કે ખનિજ પરિવહન સાથે સંકળાયેલા હોય એવા અંદાજે એક હજાર જેટલા વાહન ચાલકો છે.આ અભિયાન હેઠળ તમામની આંખ અને આરોગ્ય ચકાસણી કરવાનું આયોજન છે.

(6:33 pm IST)