Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ધારાસભા સત્ર

યુવાનોને સંસદીય પધ્‍ધતિથી વાકેફ કરવાનો હેતુ : અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યની અકિલા સાથે વાતચીત : વિદ્યાર્થીઓ જ મુખ્‍યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્‍યો બનશે : પ્રતીકાત્‍મક પ્રશ્નોતરી સાથેનો રસપ્રદ કાર્યક્રમ જૂનમાં

રાજકોટ, તા. ર૪ :  દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ધારાસભા સત્ર યોજવાનું નકકી થયું છે. ધારાસભાના સત્રમાં ચૂંટાયેલા સભ્‍યો જે રીતે ભાગ લેતા હોય છે. તે જ રીતે પસંદગી પામેલા યુવા વિદ્યાર્થીઓ ધારાસભા સત્રનું સંચાલન કરશે. નિયત સંસ્‍થા દ્વારા પસંદ થયેલા વિદ્યાર્થીઓ જ એક દિવસ મુખ્‍યમંત્રી, વિપક્ષી નેતા, સ્‍પીકર, મંત્રી ધારાસભ્‍ય વગેરેની ભૂમિકા ભજવશે.

દેશમાં ગુજરાત ઇતિહાસ રચશે. વિદ્યાર્થી સત્રના દિવસે  વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્‍યોની જગ્‍યાએ વિદ્યાર્થી બેસશે. મુખ્‍યમંત્રી અને વિપક્ષના નેતા પણ બનશે વિદ્યાર્થી દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં નવતર પ્રયોગ થઇ રહ્યો છે. 

વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિધાનસભા સત્રનું આયોજન થઇ રહ્યું છે.  યુવા વર્ગને લોકશાહી પદ્ધતિથી નજીક લાવવા પ્રયાસ છે.  ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થી માટે યુવા સંસદનું આયોજન ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓની થશે પસંદગી થશે. વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્‍યમંત્રી  એક વિદ્યાર્થીને બનાવાશે અધ્‍યક્ષ  એક વિદ્યાર્થી વિપક્ષ નેતા તરીકે નિમાશે  ૧૭૯ વિદ્યાર્થી ધારાસભ્‍ય બનશે. વિધાનસભા એક દિવસીય સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ પણ યોજાશે. અમુક વિદ્યાર્થીઓને મંત્રીની પણ જવાબદારી સોંપાશે મહિલા અધ્‍યક્ષ નિમાબેન આચાર્યએ આપી મંજૂરી આપી દીધી છે.

દરમિયાન ડો. નીમાબેન આચાર્યએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આસામમાં દેશના રાજયોની વિધાનસભાઓના અધ્‍યક્ષોની પરિષદમાં સૂચવાયા મુજબ વિદ્યાર્થીઓનું સત્ર બોલાવવાની ગુજરાતે પહેલ કરી છે. તા. ૧પ થી ૩૦ વચ્‍ચે આ કાર્યક્રમ યોજવાની કલ્‍પના છે. ભાવિ પેઢીને લોકશાહીની કાર્ય પધ્‍ધતિથી વાકેફ કરવાનો ઉદ્દેશ્‍ય છે.

(4:36 pm IST)