Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

અમદાવાદની કેડી હોસ્‍પિટલમાં ઘાનાના નાયબ આરોગ્‍ય પ્રધાન ટીના ગીફટીની સફળ સર્જરી

(કેતન ખત્રી), અમદાવાદઃ ઘાનાના નાયબ આરોગ્‍ય પ્રધાન શ્રીમતિ ટીના ગીફટી મેન્‍સાહ ઘણાં લાંબા સમયથી ક્રોનિક સાયન્‍સનો ભોગ બન્‍યા હતા. તેમણે સારવાર માટે અમેરિકા સહિતના અલગ- અલગ દેશના કેટલાક નિષ્‍ણાંતોનો સંપર્ક કર્યો હતો. તેમની તબીબી પરિસ્‍થિતિના કારણે તેમણે આખરે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. નિષ્‍ણાંત ડોકટરોએ ચોકસાઈપૂર્વક નિદાન કર્યા પછી સર્જીકલ ઈન્‍ટરવેન્‍શનમાં ચોકસાઈ ધરાવતી એડવાન્‍સ નેવિગેશન સિસ્‍ટમ્‍સ મારફતે તેમને સફળ એન્‍ડોસ્‍કોપિક સાયન્‍સ સર્જરી (FESS)  અને સેપ્‍ટોપ્‍લાસ્‍ટી સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમની દિકરી કિવન હીલેરી પણ દાંતની કેટલીક સમસ્‍યાનો ભોગ બનેલી હતી. તેમને પણ કેડી હોસ્‍પિટલ ખાતે ઉચ્‍ચ ગુણવતા ધરાવતી સારવાર આપવામાં આવી છે. લાંબા સમયથી થતો દાંતનો દુઃખાવો રૂટ કેનાલ ટ્રીટમેન્‍ટ તથા એસ્‍થેટિકસ અને ફૂલ માઉથ સ્‍કેલીંગ (દાંત સાફ કરવાની પ્રક્રિયા) દ્વારા સિરામિક એલાઈનર્સની સારવાર કરીને દૂર કરવામાં આવ્‍યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

શ્રીમતી ટીનાએ આભાર વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે મારી તબીબી બિમારી માટે મારે ઘણાં ડોકટરોનો સંપર્ક કરવો પડયો હતો, પરંતુ કેડી હોસ્‍પિટલે સાચુ નિદાન કર્યું હતું. હું હોસ્‍પિટલની તમામ નર્સ અને સપોર્ટીંવ સ્‍ટાફનો આભાર માનું છું.

(1:42 pm IST)