Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

બનાસકાંઠાના માલધારી સમાજના યુવા અગ્રણી, સરપંચો , ડેલિગેટ અને સમાજના અગ્રણીઓ સાથે કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપના શાસન થી કંટાળેલા સામાજિક કાર્યકર અને યુવા અગ્રણી નરસિંહ રબારી સહિત અનેક સરપંચો અને માલધારી સમાજના અગ્રણીઓ સહિત 100 થી પણ વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે.  

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક પછીએ એક પેપર કૌભાંડ બહાર આવ્યા. સરકાર સામે લડત ચલાવતા લોકો પર ખોટા કેસ થયા છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિત અનેક સમસ્યાઓના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક કાર્યકર અને રેલવે પોલીસની નોકરી કરતા નરસિંહ રબારીએ સ્વેચ્છાએ નોકરીમાંથી રાજીનામું આપી હવે કોંગ્રેસમાં જોડાઇને લોક સેવાનો માર્ગ અપનાવ્યો છે. તેમજ ભાજપથી પીડાતા જિલ્લાના લોકોની સમસ્યાઓ હલ કરવાની નેમ સાથે જિલ્લાની તમામે તમામ સીટો પર કોંગ્રેસને વિજયી બનાવવા માટે પણ તેમણે કટિબદ્ધતા બતાવી હતી.

તેમની સાથે ડીસા તાલુકાના સરપંચ, ડેલીકેટ સહિત માલધારી સમાજના 100 થી વધુ અગ્રણીઓએ મહેસાણા ખાતે યોજાનાર કોંગ્રેસની શિબિરમાં ભાગ લીધો. જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા

(1:15 am IST)