Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ગાંધીનગરમાં એલસીબીની ટીમે મહિલા એકાઉન્ટન્ટને 1500ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

ગાંધીનગર:ગાંધીનગર શહેરના સે-૧રમાં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીના વર્ગ- અધિકારી એવા મહિલા એકાઉન્ટ ઓફિસરને આજે ગાંધીનગર એસીબીની ટીમે રસોઈયાનો કોન્ટ્રાકટ રાખનાર વ્યક્તિ પાસેથી બિલ મંજુર કરવા પેટે ૧પ૦૦ રૃપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા. એસીબીએ મહિલા અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

સરકારી કચેરીઓમાં કામ પતાવવા માટે અધિકારી કર્મચારીઓને લાંચ આપવાની પ્રવૃતિ વધી છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચ લેનાર અધિકારી કર્મચારીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને લોકોને સંદર્ભે એસીબીના ટોલફ્રી નંબર ઉપર ફોન કરવા પણ કહેવાયું છે. જેના પગલે ગાંધીનગર એસીબીને ફરિયાદ મળી હતી કે સે-૧રમાં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં વર્ગ- એકાઉન્ટ ઓફિસર મીનાબેન થાવરદાસ જેઠવાણી રસોઈના કોન્ટ્રાકટર પાસેથી બિલ મંજુર કરાવવા માટે ત્રણ હજાર રૃપિયાની માંગણી કરી હતી.

જે પૈકી અરજદારે ૧પ૦૦ રૃપિયા આપી દીધા હતા અને આજે મહિલા અધિકારીને ૧પ૦૦ રૃપીયા આપવાના હતા તે દરમ્યાન ગાંધીનગર એસીબી પીઆઈ ડી.વી.પ્રસાદ અને કે.આર.ડાભીએ પંચોની રૃબરૃમાં છટકું ગોઠવ્યું હતું અને મીનાબેન ૧પ૦૦ રૃપિયાની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા. એસીબી દ્વારા તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

(6:35 pm IST)