Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મહુવેજની સીમમાં એલસીબીની ટીમે બાતમીના આધારે મમરાના કોથળાની આડમાં 51.26 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

બારડોલી:માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર એસઓજી  એને એલસીબીની ટીમે બાતમી આધારે રૃ. ૫૧.૨૬ લાખના વિદેશી દારૃની ૨૭૭૬૮ બોટલ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. વિદેશી દારૃનો જથ્થો હરિયાણાથી ભરી સુરત શહેરમાં જતો હોવાની ચાલકની કબુલાતથી વિદેશી દારૃ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત જિલ્લા એસઓજી ઇનચાર્જ પીઆઇ  .વાય. બલોચને મળેલી બાતમી આધારે એલસીબી અને એસઓજીની ટીમ સાથે ને.હા. નં. ૪૮ પર મહુવેજ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે સમયે અંકલેશ્વર તરફથી  આવતી ટ્રક (નં. આરજે-૧૯-જીઇ- ૪૩૯૦)ને અટકાવી હતી.

ટ્રકચાલક જીતેન્દ્ર ર્ફે લાલા સુમેરસીંગ જાટ (રાઠોડ) (.. ૩૫, રહે. જુઇખુંદ, તા.જિ. ભિવાની, હરિયાણા)ને પકડી સાથે રાખી ટ્રકની તલાસી લેતાં ટ્રકમાં મમરાના કોથળાની આડશમાં હરિયાણા અને પંજાબ બનાવટનો વિદેશી દારૃનો જથ્થો ભરેલો હતો. ટ્રક કોસંબા પોલીસ મથકે લઇ જઇ  ગણતરી કરતા વિદેશી દારૃની ૨૭,૭૬૮ બોટલ કિંમત રૃ. ૫૧,૨૬,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ જીતેન્દ્ર જાટની પાસે મોબાઇલ કબ્જે લઇ પૂછપરછ કરતા વિદેશી દારૃનો જથ્થો હરિયાણા ગુડગાંવ ખાતેથી સુનિલ નામના શખ્સે ભરી આપી સુરત શહેરમાં પહોંચાડવા મોકલ્યો હોવાની કબુલાત કરતા પોલીસે સુનિલને વોન્ટેડ જાહેર કરી રૃ. ૨૦ લાખની ટ્રક સહિત કુલ રૃ. ૭૧,૨૬,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કોસંબા પોલીસ મથકે ગુનો નોંધી મોબાઇલ કોલ ડીટેઇલ આધારે આગળની તપાસ હાથ ધરી છે

(6:34 pm IST)