Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વડોદરામાં નજીવી બાબતે એકજ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે એક કોમના બે જુથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી જેમાં સામસામે ચાકુ, બેઝબોલ સ્ટીક અને પાઈપ વડે હુમલા કરાતા બંને પક્ષે બે મહિલાઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓને વ્યકિતઓને ઈજાઅ ોપહોંચી હતી.

સમા કેનાલપાસે રામનગરમાં રહેતા ધર્મેશભાઈ હિંમતભાઈ સાપરાનો પુત્ર પ્રતિક ૨૧મી તારીખે ફોરવ્હીલર લઈને ઘરે આવતો હતો તે સમયે રસ્તો બંધ હોઈ ત્યાં રહેતા ભરત દલવાડીના ભાડુઆતે પ્રતિક સાથે ઝઘડો કર્યો હતો જેથી પ્રતિક કારને ત્યાં મુકી ઘરે રવાના ગયો હતો.

અમુદ્દે ગઈ કાલે રાત્રે ભરત દલવાડી અને અશોક દલવાડી સહિત ત્રીસથી ચાલીસના ટોળાંએ ચાકુ, ગુપ્તી,લાકડીઓ સાથે હુમલો કરી તેમજ પથ્થરમારો કરીને ધર્મેશભાઈ તેમજ તેમની પત્ની વર્ષાબેન, પુત્ર સંદિપ, પ્રતિક, સાળા રમેશ નટવર સવાલી,ભાઈ પરેશ અને ફોઈ ગૈારીબેન જયંતિભાઈ દાનાણીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જયારે કારના કાચ પણ તોડી નાખ્યા હતા. બનાવની ધર્મેશભાઈની ફરિયાદના પગલે સમા પોલીસે ભરત દલવાડી સહિતના ટોળાં સામે ગુનો નોંધ્યો હતો.

જયારે સામાપક્ષે સમારોડ પર જવાહરબાગ સોસાયટીમાં રહેતા સંજય વજુભાઈ લકુમે પણ ફરિયાદ નોંધાવી હતી કે ૨૧મી તારીખના સાંજે તેમના ભાઈ રાહુલ અને મિત્ર અક્ષય દલવાડી સાથે રિક્ષા હટાવવાની બાબતે સંદિપ સાપરા સાથે ઝઘડો થયો હતો.

ઝઘડા સંદર્ભે ગઈ કાલે રાત્રે તે તથા તેમના સમાજના માણસો રામનગરમાં ધર્મેશભાઈને સમજાવવા જતાં ધર્મેશ સાપરા અને નરેશ પ્રજાપતિ સહિતના ટોળાંએ ચાકુ અને પાઈપ સાથે તેઓની પર હુમલો કર્યો હતો. હુમલામાં સંજય લકુમ, દયારામ હરજી સોનગરા, પ્રકાશ ડાભી, રાહુલ લકુમ અને મિત્ર અક્ષયને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે રામનગરમાં દોડધામ મચી હતી.

બનાવની જાણ થતા સમા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાંને વિખેરી નાખી ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:34 pm IST)