Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સુરતના ડિંડોલીમાં શાળામાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ ગૂમ

-કોઈ જ સગડ નહિ મળતા વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા:પોલીસ દ્વારા ત્રણેય છાત્રાઓને શોધવાની તજવીજ

 

સુરત;ટીંડોલી વિસ્તારમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થિનીઓ ગૂમ થતા શોધખોળ હાથ ધરાઈ છે ડિંડોલી વિસ્તારમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થિનીઓને બપોરની પાળી દરમ્યાન તેમના વાલીઓ સ્કૂલે મુકી ગયા હતા. પરંતુ ત્રણેય વિદ્યાર્થિનીઓ શાળામાં પ્રવેશ કર્યા બાદ ફરી બહાર ચાલી ગઇ હતી.શાળાના સીસીટીવી કેમેરામાં પણ ત્રણેય વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે. પરંતુ ત્રણેય વિદ્યાર્થિનીઓ શાળાએથી નીકળી ઘરે પરત ફરતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. અને શાળામાં પણ વિદ્યાર્થિનીઓ નહીં મળતા વાલીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ કર્યા બાદ પણ વિદ્યાર્થિનીઓના કોઇ સગડ મળતા આખરે વાલીઓએ ડિંડોલી પોલીસ મથક પહોંચી ફરિયાદ દાખલ કરી હતી. ડિંડોલી પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થિનીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

 

 

(1:10 am IST)