Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમદાવાદમાં કેશવાનમાં ચોરી મામલે ડ્રાયવરને ઝડપવા નાકાબંધી

સાથી કર્મચારીઓને બેભાન કરીને લાખોની મતા લઈને ડ્રાયવર સુધીર વાઘેલા ફરાર

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં CMS ઈન્ફો કેશ મેનેજમેન્ટ કંપનીની કેશવાન શહેરના ATMમાં 2 કરોડના કેશ સાથે નીકળી હતી. જોકે દિવસભર ATMમાં પૈસા ભરીને સાંજના સમયે કેશવાન એસ.જી હાઈવે પર રાજપથ ક્લબ નજીક આવેલા HDFC બેન્ક પાસે પહોંચી હતી. તે સમયે કેશવાનના ડ્રાઈવરે તક જોઈને 3 સાથીદારોને કેફી દ્રવ્ય પીવડાવીને બેભાન કરીને પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

   પોલીસની તપાસમાં ડ્રાઈવરનું નામ સુધીર વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ચાંદખેડા ખાતે રહે છે. ચોરીની ઘટના બાદ પોલીસે તેના નિવાસ સ્થાન સહિત અન્ય સાથી મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત તેના ફોનના લોકેશન દ્વારા પણ શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે આજુબાજુની ઈમારતોમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદ દ્વારા રાજ્યની બહાર જવાના તમામ રસ્તાઓ પર પણ તપાસનો ધમધોકાર શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં એકબાજુ શુક્રવારે સવારે સ્માર્ટ કન્ટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારે સ્માર્ટસીટી બનવા જઈ રહેલા અમદાવાદ શહેરમાં પ્રકારની ચોરી સામે આવી છે

(12:58 am IST)