Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રાજપીપળાના મુસ્લિમ યુવાને હિંદુ યુવાનના અંતિમ સંસ્કાર કર્યા : કોરોના સંક્રમણ ના ડરે બધાં પીછે હઠ કરતા ત્યારે માનવતા દેખાડી

આજના સમયમા કેટલાંક લોકો બંન્ને ધર્મના લોકો વચ્ચેની ખાઈ પહોળી થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે આ અનુકરણીય ઉદાહરણ તેમના હિન પ્રયાસો ઉપર લપડાક છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારી અને સંક્રમણનુ ભયાવહ વાતાવરણ ચારે બાજુ ફેલાયેલું હતું લોકો એક બિજાથી સલામત અંતર રાખીને રહેતાં હતાં. માઈક લગાડેલા સરકારી વાહનો કોરોનાથી બચવા માટે નિયમોની રેકર્ડ વગાડતાં આખાં નગરમા ફરી રહ્યાં હતા. અદ્રશ્ય શત્રુ એવા કોરોના વાયરસ ક્યારે કોને આભડી જશે એની કોઈ કલ્પના નહોતું કરી શકતું, આરોગ્ય વિભાગ રોજેરોજ દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતામા ગરકાવ હતું ઓછા સ્ટાફ અને સંશાધનોથી આ કપરી પરિસ્થિતિ સામે લડવા માટે હેલ્થવર્કરો પોતપોતાનું યથા શક્તિ યોગદાન આપી રહ્યા હતાં, એવામા તારીખ  18/05/2020ના રોજ રાજપીપળાના આશાપુરી મંદિર પાસે રહેતાં યુવાનનુ કોરોનાથી શંકાસ્પદ મૌત નિપજ્તા નગરમા સનસનાટી મચી જવા પામી હતી અને લોકો અંદરથી ખળભળી ઉઠ્યાં હતાં.
રાજપીપળામા કોરોનાથી શંકાસ્પદ રીતે યુવાનનુ મૌત નિપજતાં હોસ્પીટલનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો, તંત્રની તૈયારીઓની ખામીઓ બહાર આવવા મંડી હતી, કોરોના દર્દીનુ મૌત નિપજે તો શું કરવુ?? ની કોઈ વ્યવસ્થાજ નહોતી!!  આવી અભૂતપૂર્વ અને વિકટ પરિસ્થિતિમાં કોઈ-કોઈનુ સગું નહોતું કોઈ પોતાનું જીવ જોખમમા મુકવા તૈયાર નહોતું.
કોઈ આ શબને શ્મશાન સુધી લઈ જતું વાહન હંકારવા સુદ્ધાં તૈયાર નહોતું બધાં મોઢું સંતાડી રહ્યાં હતાં ડોક્ટરો પણ આવી સ્થિતિમાં લાચારી અનુભવી રહ્યા હતાં ત્યારે આ તમામ ઘટનાક્રમ ચુપચાપ જોઈ રહેલા રાજપીપળાના યુવાન ઈમરાન પઠાણ કે જે  સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેઓ આ શંકાસ્પદ કોરોના દર્દીના શબને એમ્બ્યુલન્સમા સ્મશાને પહોંચાડવા માટે આગળ આવ્યા હતા, અને તેઓ પી.પી.ઈ કીટ પહેરી એમ્બ્યુલન્સમા શબને સ્મશાને પહોંચાડ્યો હતો અને અગ્નીદાહ આપવા માટે પણ આગળ નહીં આવતા એ કામને પણ તેમણે જ અંજામ આપ્યો હતો. જે વાતના ડોક્ટરો અને સ્ટાફ પણ સાક્ષી બન્યાં હતાં અને તેઓ પણ ઈમરાન પઠાણના આ કામને બિરદાવતા ભાવુક થઈ ગયા હતા. આમ કોરોનાના કપરાં કાળમા રાજપીપળાના મુસ્લિમ યુવાને કોઈ પણ જાતની પ્રસિદ્ધિની પરવા કર્યા વગર માનવતા ધોરણે પોતાની ફરજ નિભાવી હતી.ત્યારે આવા સાચા સેવક યોદ્ધાનું સન્માન કરવું રહ્યું.

(11:12 pm IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST