Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

દિયરે મહિલા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી બચકા ભર્યા:હોસ્પિટલ ખસેડાઇ:અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

બદનામ કરવાની ધમકી આપી રિક્ષામાં ભેળી અવાવરું જગ્યાએ લઇ ગયો : મહિલાએ પ્રતિકાર કરી 15 મિનિટ સુધી હવસખોર સાથે ઝપાઝપી કરી આખરે બેહોશ થઈ ગઈ

અમદાવાદ : શહેરના અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાએ બદનામ કરવાની ધમકી આપી કુટુંબી દિયરે અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. હવસખોર દિયરે મહિલા સાથે જબરજસ્તી કરી ગાલ પર બચકાં ભર્યા હતા. મહિલાએ પ્રતિકાર કરી 15 મિનિટ સુધી હવસખોર સાથે ઝપાઝપી કરી આખરે બેહોશ થઈ ગઈ હતી. મહિલાને સારવાર માટે અજાણ્યા લોકો હોસ્પિટલ લાવતા મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે

અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય સુરભી (નામ બદલ્યું છે)ને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. સુરભીના પતિનું ચાર વર્ષ અગાઉ અવસાન થયા બાદ કુટુંબી દિયરની ઘરે અવરજવર વધી હતી. આરોપી દિયર અગાઉથી સુરભી પર ખરાબ નજર રાખતો હતો.

સુરભી મચ્છીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતી તેમજ વીસી ચલાવતી હતી. સુરભીના ઘરે આવતો કુટુંબી દિયર અવારનવાર છેડછાડ કરતો અને ગુપ્ત ભાગે હાથ ફેરવતો પણ બદનામીના ડરે તે કઈ બોલતી ન હતી. દરમિયાન દિયર મદન (નામ બદલ્યું છે.)પણ વીસીમાં તેનું નામ લખાવ્યું હતું. દરમિયાન સુરભી અને મદન વચ્ચે પ્રેમ થયો હતો. જોકે સુરભીએ મદનને શારીરિક સબંધોથી દુર રાખ્યો હતો

 

શનિવારે સુરભી તેની માતાની દવા લેવા ઘરેથી અન્ય રીક્ષામાં બેસી નીકળી હતી. તે સમયે રસ્તામાં મદન તેની રીક્ષા લઈ આવ્યો અને સુરભિને બેસી જવા સૂચના આપી હતી. જોકે સુરભીએ ના પાડતા મદને હું તને બદનામ કરીશ સમાજમાં તારી વાતો કરીશ. ડરને પગલે સુરભી મદનની રીક્ષામાં બેસી હતી. આરોપી રીક્ષા લઈને ચામુંડા બ્રિજથી ઔડાના મકાન થઈ કાચા છાપરાથી આગળ રેલ્વે પાટાથી આગળ પાણીની ટાંકી પાસે અવાવરૂ જગ્યાએ પહોંચ્યો હતો.

હવસખોર દિયરે અવાવરૂ જગ્યામાં રીક્ષા લઈ જઈ સુરભીને નીચે ઉતારી ગાલ પર બચકા ભરી જબરજસ્તી કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. સુરભીએ પ્રતિકાર કરતા આરોપી સાથે 15 મિનિટ સુધી ઝપાઝપી થઈ હતી. આખરે સુરભી બેહોશ થઈ ગઈ હતી. સુરભીને અજાણ્યા લોકોએ હોસ્પિટલ ખસેડતા બનાવની જાણ પોલીસને થઈ હતી. મેઘાણીનગર પોલીસે સુરભીની ફરિયાદ આધારે આરોપી મદન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)
  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST