Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મહેસાણામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ : રાજયપાલ તથા મુખ્યમંત્રી હાજરી આપવાના હોવાથી ધ્વજવંદન રીહર્સલ, પેઇન્ટીંગ સ્પર્ધા, ડાયરો, સહિતના કાર્યક્રમો માટે તંત્ર એલર્ટ

મહેસાણા :  મહેસાણા જિલ્લામાં ૬૯માં રાજયકક્ષાના પ્રજાસત્ત્ાક પર્વની ઉજવણી થઇ રહી છે. જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્ના છે. ૨૬ જાન્યુઆરીએ રાજયપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં છેલ્લા દિવસોથી રીહર્સલનું આયોજન કરાયું છે. આજે બુધવારે સવારે ૦૮-૦૦ કલાકથી ગ્રાન્ડ રીહર્સલ યોજાનાર છે.જેમાં વિવિધ ઇવેન્ટોનું ફુલ ડ્રેસથી રીહર્સલ થશે,.

    ૬૯મા પ્રજાસત્ત્ાક પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આજે બુધવારે સવારે ૦૯-૩૦ કલાકથી રાજમહેલ કંમ્પાઉન્ડ ખાતે કેનવાસ પેઇન્ટીંગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં ૭૫ જેટલા ચિત્રકારો દ્વારા મહેસાણાના શિલ્પ અને સ્થાપત્યો ઉપર કેનવાસ પેઇન્ટીંગ કરશે. આ ઉપરાંત આજે સવારે ૧૦-૦૦ કલાકે વણીકર ક્લબ ખાતે શ્રી ધનશ્યામ ગઢવી દ્વારા મહેસાણાના ઇતિહાસનું પ્રદર્શન યોજાશે જે ૨૬ જાન્યુઆરી સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે

    પોલીસ હેડક્વાટર્સ ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન કરાયું છે જે ૨૫ જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે. આજે સાંજે ૦૬-૩૦ કલાકે આશિર્વાદ ફ્લેટ,ટીબીરોડ થઇને પ્રજાપતિની વાડી સુધી શ્યામ બેન્ડ દ્વારા શોર્યગીતો અને અન્ય ગીતોની સુરાવલી સાથે પરેડ યોજાશે.તેમજ આજે ૨૪ જાન્યુઆરી સાંજે ૦૭-૦૦ કલાકે સમર્પણ ચોક ધોબી દ્યાટ ખાતે મશાલ પીટી વડોદરા શહેર પોલીસ તાલીમાર્થીઓ દ્વારા યોજાશે

         સોમવાર રાત્રીએ તોરણવાળી માતાનો ચોક ખાતે સ્ટેજ શો ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં યોગેશ ગઢવી અને તેની ટીમો દ્વારા ડાયરો રજુ કર્યો હતો.મહેસાણા વાસીઓએ યોગેશ ગઢવી દ્વારા રજુ થયેલ ડાયરાની ફુલ રંગત માણી હતી. લોકોએ યોગેશ ગઢવી સાથે તેમની ટીમ દ્વારા રજુ કરેલ લોકડાયરોને આનંદ માણ્યો હતો

  રાજય સરકાર દ્વારા રાજયકક્ષાનો ૬૯મો પ્રજાસત્ત્ાક પર્વની ઉજવણી મહેસાણા ખાતે થઇ રહી છે. જેમાં મહેસાણા શહેરમાં ૭૫ થી વધુ ફાઇન આર્ટસના વિધાર્થીઓ દ્વારા સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરી મહેસાણાને ચિત્ર નગર બનાવી દીધું હતુંમહેસાણા શહેરની મુખ્ય દિવાલો પર વિવિધ સંદેશાઓ રજુ કરતા ચિત્ર દોરવામાં આવ્યા હતા. મહેસાણા શહેરની દિવાલો પર પેઇન્ટીંગ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. મહેસાણા શહેરની દિવાલો લાલ, લીલો, પીળો, સફેદ વગેરે જુદા જુદા કલરથી રંગીનમય બની ગયું હતું

  સમાજને વિવિધ સંદેશાઓ આપતા ચિત્રો દોરવામાં આવ્યા હતા જેમાં સ્ત્રીસશક્તિકરણ,વ્યસન મુક્તિ અભિયાન,લોકજાગૃતિના સંદેશાઓ રજુ કરાયા હતા. તેવું જીલ્લા માહિતી કચેરીની યાદી જણાવે છે.

(12:59 pm IST)