Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આણંદના લવજેહાદ કેસમાં આરોપી તુફેનની જમીન અરજી ફગાવાઈ ;માં-બહેન હજુ ફરાર

આણંદના લવજેહાદ કેસમાં આરોપી તુફેેન મેમણની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. જ્યારે તેની માતા અને બહેન હજુ ફરાર છે.આણંદમાં આઝાદ યુવા મંચના પ્રમુખ તુફેેન મેમણે યુવતીને ગોંધી રાખતા તેની ધરપકડ કરાઇ હતી. જેમાં તેને જામીન અરજી કરતા સુનાવણીમાં સરકારી વકીલ નીતાબહેન પટેલે જણાવ્યું કે, આરોપીએ યુવતીને ધમકી આપીને તેના માતા-પિતા વિરુદ્ધ ચિઠ્ઠી લખાવી હતી. જો આરોપી બહાર આવશે તો યુવતીને પરેશાન કરશે અને ફરીથી ભગાડી જવાનો પ્રયાસ કરશે. આથી તેને જામીન આપવા જોઇએ નહીં.

(1:04 am IST)