Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મની ટિકિટ લેતા પહેલા વીમો ઉતરાવી લેવાની ગર્ભિત ધમકી :વિદ્યાનગરમાં જાહેરમાર્ગો-દીવાલો અને કચરાપેટીમાં ચિપકાવ્યા ચોપાનિયા

પદ્માવત ફિલ્મ લઇને સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ રોષ ભભૂકી ઉઠયો છે.ઠેર ઠેર ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે વિદ્યાનગરના જાહેર માર્ગો પર આવેલ દિવાલોતથા કચરા પેટીઓ ઉપર પદ્માવતી ફિલ્મની ટીકીટ લેતા પહેલાં વીમો ઉતારી લેવાની ગર્ભતી ધમકી આપવામાં આવી છે.પદ્માવતી ફિલ્મ આણંદ જિલ્લાના થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે.તેમ છતાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આણંદ જિલ્લામાં કરણી અને ક્ષત્રિય સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે

(1:03 am IST)