Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગાંધીનગરના મેયરના પક્ષાંતર મામલે નવેસરથી હાઇકોર્ટમાં અરજી

ગાંધીનગરના મેયર પ્રવિણભાઇ પટેલ સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પક્ષાંતર ધારાના ભંગ કેસનું ભૂત ફરી એકવાર ધૂણતુ થઇ ગયું છે. રાજ્ય સરકારના નામોદિષ્ટ અધિકારી દ્વારા વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા તરફથી કરવામાં આવેલી સંબંધની ફરિયાદને કાઢી નાખવામાં આવતાં અરજદાર દ્વારા નવેસરથી હાઇકોર્ટમાં તેના નિર્ણયને પડકાર્યો છે. મંગળવારે હાઇકોર્ટે અરજીના સંબંધમાં જણાવ્યું કે અરજીમાં તથ્ય છે અને સ્વીકારવામાં આવે છે. મતલબ કે હાઇકોર્ટ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે

(1:02 am IST)