Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

લગ્નની લાલચ આપી ખંભાતની યુવતીને 42 વર્ષીય કિશોર ભગાડી જતા ગુનો દાખલ

ખંભાત:શહેરમાં રહેતી એક સગીરાને ૪૨ વર્ષનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે આધારે ખંભાત પોલીસે પોકસો કલમ લગાડીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ખંભાતનાં પાંચ હાટડી ચકામલી દરવાજા ડુમરીનગર ખાતે ફિરોજખાન શેરખાન પઠાણ રહે છે. જેઓની ૧૫ વર્ષ અને ૫ માસની સગીર વયની છોકરીને કસારી ગામના ૪૨ વર્ષીય શખ્સ જોડે પરિચય કેળવાયો હતો. જેનો લાભ લઈ મોસીન ઉર્ફે ફોરમેન મુનીરભાઈ મલેક (રહે. પંડ્યા તલાવડી ઈન્દિરા આવાસ, કસારી) તેણીને તેનાં ઘરેથી કાયદેસરનાં વાલીપણામાંથી ફોંસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે આધારે સગીરનાં વાલી ફિરોજખાન પઠાણે ખંભાત પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)