Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અરવલ્લી જિલ્લામાં વધતા જતા કોરોનાને ધ્યાનમાં રાખીને ઉમિયા મંદિર અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવ્યું

અરવલ્લી: જિલ્લામાં વધુ પોઝીટીવ કોરોના કેસ રવિવારે નોંધાયા હતા.મોડાસા નગરમાં ,તાલુકામાં- અને મેઘરજ તાલુકાના વાઘપુર ગામે- મળી કેસો સાથે જિલ્લામાં વધુ પોઝીટીવ કેસનો આંક ૬૭૨ પહોંચ્યો હતો.જયારે વધતા જતાં સંક્રમણને લઈ ધનસુરામાં કરાયેલ સ્વયંભૂ લોકડાઉન બાદ હવે  પ્રજાજનોને સંક્રમણથી બચાવાવ મોડાસા ખાતેનું દેવરાજધામ અને ઉમિયા મંદિર બંધ કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. જિલ્લાની સરહદ ને અડી ને આવેલ રાજસ્થાન રાજયના મોટાભાગના જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ પડાઈ છે.ત્યારે હવે અરવલ્લીનું વહીવટી તંત્ર જિલ્લાવાસીઓની સલામતી ને લઈ યુધ્ધાના ધોરણે પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

રવિવારે અરવલ્લી જિલ્લામાં વધુ કોરોના પોઝીટીવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતા. કેસ મળી કુલ પોઝીટીવ કેસનો આંક જિલ્લામાં ૬૭૨ કેસ સુધી પહોંચ્યો છે.જયારે  વધુ દર્દીના મોત સાથે જિલ્લામાં કુલ મરણનો આંક ૭૧ નોંધાયો છે.જોકે અત્યાર સુધીમાં ૫૬૦ એટલે કે ૮૩ ટકા દર્દીઓ   સારવાર બાદ પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કર્યું છે.જિલ્લામાં વધતા જતાં સંક્રમણને લઈ ચૂંટણી ટાણે અપાયેલ છુટછાટ અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી-દિવાળી પર્વે મેળવાયેલ વધુ પડતી છુટછાટ હોવાનું મનાઈ રહયું છે.

(5:03 pm IST)