Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડાલી નગરમાં છેલ્લા બે માસની પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી ગેસ કંપનીનું કામકાજ અધૂરું રહેતા કામગીરી હાથ ધરવામાં આવી

 વડાલી: શહેરના સોસાયટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા પાઇપલાઇન મારફતે ગેસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી ત્યાર બાદ ગત દિવાળી બાદ નગરના પશ્ચિમ વિસ્તારમાં પાઈપલાઈન મારફતે ઘરેલુ ંગેસ સુવિધા પૂરી પાડવા માટેની કાગમીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત વડાલી નગરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ રાજપૂત ફળી પટેલ ફળીભાવસાર ફળીપંચાલ ફળીજેવા વસ્તારોમાં આજથી એકાદ માસ પૂર્વે ગેસ લાઇન નાખવાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે પરંતુ ગેસ કંપનીની ઢીલી નીતિના કારણે લાઈન નાખ્યા બાદ આ વિસ્તારના નાગરિકોને હજુ સુધી કનેકશન આપવા બાબતે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી કેટલાય લોકો ગેસ કનેકશન લેવા બાબતે રાહ જોઈને બેઠા છે. તદુપરાંત જ્યાં સુધી નાગિરોકને ગેસ કનેકશન આપવાનું કામકાજ પૂર્ણ ન તાય ત્યાં સુધી આ વિસ્તારના રોડ ઉપર લાઇન નાખવા માટે કરેલું ખોદકામ જેમનું તેમ પડી રહ્યું છે જેના કારણે રોડ ઉપર લાઈન જ્યાંથી પસાર થાય છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે એટલે જ્યાં સુધી કનેકસનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડ રિસર્ફેસીંગ કરવાની કામગીરી હાથ ધરાશે નહીં જેને લઈ હાલ તો એક માસથી આ વિસ્તારના નાગરિકો રોડ ઉપર પસાર થતાં હાલાકી ભોગવી રહ્યાં છે. તદુપરાંત કેટલી વખત આ વિસ્તારમાં ખેડૂતો રહેતા હોવાથી પોતાની ખેતપેદાશો ભરી ભારે વાહનો લઈને આવતી વખતે અગવડતા પડી રહી છે તો સત્વરે કનેકશન આપવાની કામગીરી પૂર્ણ કરી રોડનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવું આ વિસ્તારની જનતા ઇચ્છી રહી છે. પાલિકાના સત્તાધારી પક્ષને પણ આ બાબતે જાણ હોવા છતાં સત્વરે કામ પૂર્ણ કરાવવા બાબતે કોઈ જ પગલાં લેવામાં આવતો નથી.

(5:29 pm IST)