Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કચ્છ પ્રવાસ રદ્દ : અગાઉનો પ્રવાસ કોરોનાના કારણે રદ્દ થયો હતો, હવે દિલ્હીનું તેડું આવતા રદ્દ

(ભુજ) ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આજનો કચ્છ જિલ્લાનો પ્રવાસ રદ્દ થયો છે. પાટીલ અબડાસાની ચુંટણી સંદર્ભે તેમ જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંગે નલીયા મધ્યે કચ્છ ભાજપના સમગ્ર જિલ્લા, તાલુકા, શહેરના સંગઠન, વિવિધ સેલના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરવાના હતા. જોકે, તેમને દિલ્હીથી એકાએક તેડું આવતા તેમનો કચ્છનો પ્રવાસ રદ્દ થયો છે. આથી અગાઉ તેઓ કોરોનાગ્રસ્ત થતાં તેમનો કચ્છનો પ્રવાસ રદ્દ થયો હતો.

(9:41 am IST)